ઉચ્છલમાંથી કન્સ્ટ્રક્શન સાઇડો ઉપરથી લોખંડના સળીયાની ચોરી કરતી ગેંગને ૮ લાખના મુદ્દામાલ સાથે પકડી પાડતી એલ.સી.બી. સ્કોર્ડ તાપી
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : અધિક પોલીસ મહાનિદેશકશ્રી , સુરત વિભાગ , સુરત તથા પોલીસ અધિક્ષકશ્રી , તાપી દ્વારા શરીર / મિલકત સબંધિત તેમજ વાહન ચોરીના ગુન્હાઓ ડીટેકટ કરી કડક કાર્યવાહી કરવા સુચના મુુજબ ગઇ તા .૦૮ / ૦૯ / ૨૦૨૨ ના રોજ પો.ઈન્સ.શ્રી આર.એમ. વસૈયા પોલીસ ઈન્સ્પેકટર એલ.સી.બી. તાપીના માર્ગદર્શન હેઠળ ASI અજયભાઈ દાદાભાઈ એલ.સી.બી. સ્કોર્ડ તાપી – વ્યારા તથા એલ.સી.બી. સ્કોર્ડના સ્ટાફના પોલીસ જવાનો સાથે ઉચ્છલ પોલીસ સ્ટેશન વિસ્તારમા પેટ્રોલીંગમાં નિકળેલ હતા. તે દરમ્યાન અ.હે.કો.જયેશભાઈ લીલકીયાભાઈ તથા અ.પો.કો.અરૂણભાઈ ફુલસીંગભાઈને મળેલ સંયુકત ખાનગી બાતમી આધારે “ બે ઇસમો એક સફેદ કલરની મહીન્દ્રા બોલેરો પીકઅપ ગાડી નં. GJ – 26-7-8907 માં ચોરીના લોખંડના સળીયા ભરી કોઇકને વેચાણ કરવાના ઇરાદે ઉચ્છલ સુમુલ ડેરી ચીલીંગ સેન્ટર તરફથી નીકળી સાકરદા ફાટક થઇ સુરત ધુલીયા હાઇવે તરફ જનાર છે. જે સળીયા ભરેલ મહીન્દ્રા બોલેરો પીકઅપ ગાડી નં.- GJ – 26-7-8907 ની આગળ પાછળ એક ઇસમ કે જેણે પોતાના શરીરે સ્કાય બ્લ્યુ ક્લરનો ફુલ બાંયનો શર્ટ તથા કાળા ક્લરની જીન્સ પેન્ટ પહેરેલ છે તે પોતાની કેસરી સીલ્વર કલરની KTM મો.સા.નં.- GJ – 26 – AD – 2909 પર તથા એક ઇસમ કે જેણે પોતાના શરીરે કાળા કલરની હાંફ બાંયની ટી શર્ટ અને કમરે કાળા કલરની ટ્રેક પેન્ટ પહેરેલ છે તે કાળા કલરની હિરો પ્લેઝર મોપેડ નં.- GJ – 26 – E – 9760 પર પાયલોટીંગમાં છે.” જે બાતમી આધારે ઉચ્છલ , સાકરદા રેલ્વે ફાટક પાસે અલગ અલગ ટીમો બનાવી બાતમીવાળા તમામ વાહનોની વોચમાં હતા તે દરમ્યાન ઉચ્છલ ત્રણ રસ્તા તરફથી ઉપરોક્ત બાતમીવાળી KTM મો.સા. હંકારી આવતો હોય અને તેની પાછળ સળીયાની ભારીઓ ભરેલ એક મહીન્દ્રા બોલેરો પીકઅપ ગાડી ચાલતી આવતી હોય તે મો.સા. અને સળીયા ભરેલ મહિન્દ્રા બોલેરો પીકઅપ ગાડી રોડ પરના બમ્પરના કારણે ધીમે પડતા તે મો.સા. અને બોલેરો પીકપ ગાડીને તથા બોલેરો પીકઅપ ગાડીની પાછળ ચાલતી હિરો પ્લેઝર મોપેડને આયોજન પુર્વક કોર્ડન કરી આરોપીઓ ( ૧ ) સુનીલભાઈ ઉર્ફે ટાલો ઠાકોરભાઈ ગામીત , ઉ.વ .૩૦ , રહે.ધોડા ગામ , પીપળા ફળિયું , તા.સોનગઢ , જિ.તાપી , ( ૨ ) રાજુભાઈ નરસિંહભાઈ ગામીત , ઉ.વ .૩૦ , રહે.ઉકાઈ વોર્કશોપ , તા.સોનગઢ , જિ.તાપી ( 3 ) અનવેલકુમાર સમુએલભાઈ ગામીત , ઉ.વ .૨૩ , રહે.ભીંતખુર્દ , મૌલી ફળિયું , તા.ઉચ્છલ , જિ.તાપી , ( ૪ ) વિલેશભાઈ મગનભાઈ ગામીત , ઉ.વ .૨૩ , રહે.સીંગલખાંચ , મંદિર ફળિયું , તા.સોનગઢ , જિ.તાપી નાઓને પકડી પાડી કબ્જામાંથી મળી આવી હતી ( ૧ ) ચોરીના ૮ એમ.એમ. , ૧૦ એમ.એમ. , ૧૨ એમ.એમ. તથા ૧૬ એમ.એમ.ની આશરે ત્રીસેક જેટલી ભારીઓના આશરે ૨,૨૦૦ / – કિ.ગ્રા . જેટલા આશરે રૂ. ૧,૩૨,૦૦૦ / – ની મત્તાના લોખંડના સળીયા તથા સળીયા ચોરીમાં વપરાયેલ વાહનો ( ૨ ) મહિન્દ્રા બોલેરો પીકપ ગાડી નં.- GJ – 26-1-8907 , આશરે કિં . રૂ. ૫,૦૦,૦૦૦ / – ( 3 ) KTM મો.સા. નં.- GJ – 26 – AD – 2909 , આશરે કિં . રૂ. ૧,૫૦,૦૦૦ / – ( ૪ ) હિરો પ્લેઝર મોપેડ નં.- GJ – 26 – E – 9760 , આશરે કિં . રૂ. ૧૫,૦૦૦ / – તેમજ ( ૫ ) મોબાઇલ ફોન નંગ- ૦૩ , આશરે કિં . રૂ. ૯,૦૦૦ / – અને ( ૬ ) બોલેરો પીકપ ગાડી નં.- GJ – 26 – T – 8907 ની આર.સી. બુકની નકલ ૦૧ , કિં.રૂ. ૦૦ / – મળી કુલ્લે રૂ. ૮,૦૬,૦૦૦ / – નો મુદ્દામાલ કબ્જે કરી, આગળની તપાસ ઉચ્છલ પોલીસ સ્ટેશનને સોંપેલ છે.
કબજે કરેલ મુદ્દામાલ ( ૧ ) ચોરીના ૮ એમ.એમ. , ૧૦ એમ.એમ. , ૧૨ એમ.એમ. તથા ૧૬ એમ.એમ.ની આશરે ત્રીસેક જેટલી ભારીઓના આશરે ૨,૨૦૦ / – કિ.ગ્રા . જેટલા , આશરે રૂ. ૧,૩૨,૦૦૦ / – ની મત્તાના લોખંડના સળીયા તથા સળીયા ચોરીમાં વપરાયેલ વાહનો ( ૨ ) મહિન્દ્રા બોલેરો પીકપ ગાડી નં.- GJ – 26-1-8907 , આશરે કિં . રૂ ! ૫,૦૦,૦૦૦ / – ( ૩ ) KTM મો.સા. નં.- GJ – 26 – AD – 2909 , આશરે કિં . રૂ. ૧,૫૦,૦૦૦ / – ( ૪ ) હિરો પ્લેઝર મોપેડ નં.- GJ – 26 – E – 9760 , આશરે કિં . રૂ. ૧૫,૦૦૦ / – તેમજ ( ૫ ) મોબાઇલ ફોન નંગ- ૦૩ , આશરે કિં . રૂ. ૯,૦૦૦ / અને ( ૬ ) બોલેરો પીકપ ગાડી નં.- GJ – 26-7-8907 ની આર.સી. બુકની નકલ -૦૧ , કિં.રૂ . ૦૦ / – મળી કુલ્લે રૂ. ૮,૦૬,૦૦૦ / – નો મુદ્દામાલ. શોધાયેલ ગુના સોનગઢ પો.સ્ટે . પાર્ટ A ગુ.ર.નં.- ૧૧૮૨૪૦૦૪૨૨૧૩૨૪/૨૦૨૨ , ઇ.પી.કો. ૩૭૯ મુજબ.
ગુન્હો કરવાનો એમ.ઓ. કન્સ્ટ્રક્શન સાઇડો પરથી સળીયાના જથ્થાની ચોરી
કામગીરી કરનાર ટીમ આર.એમ. વસૈયા, પોલીસ ઇન્સ્પેકટર , એલ.સી.બી. તાપી તથા એલ.સી.બી. સ્કોર્ડના ASI અજયભાઈ દાદાભાઈ, અ.હે.કો.જગદીશભાઈ જોરારામ અ.હે.કો. જયેશભાઈ લીલકીયાભાઈ, અ.હે.કો. સંદિપભાઈ સુરજીભાઈ, અ.હે.કો. જીગ્નેશભાઈ સદાશિવભાઈ, અ.હે.કો. સોહનભાઈ મોહનભાઈ, આ.હે.કો. પ્રદિપસિંહ મહેન્દ્રસિંહ, અ.પો.કો.અરૂણભાઈ ફુલસીંગભાઈ, આ.પો.કો. વિજયભાઈ બબાભાઈ અને આ.પો.કો. જયેશભાઈ બલીરામભાઈએ કામગીરી કરેલ છે.