લિંબાયતમાં ઓરિસ્સાથી એક મહિના પહેલા ભાગીને આવેલા પ્રેમી-પંખીડાએ ફાંસો ખાધો

Contact News Publisher

(સુશાંત શીંદે દ્વારા, સુરત) :-ઓરિસ્સાથી એક મહિના પહેલા ભાગીને આવેલા પ્રેમી પંખીડાએ ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધુ હતું. ઓરિસ્સાના ગંજામનો વતની અને લિંબાયત મદનપુરા ખાતે રહેતો સીબારામ ધોબા(23) લુમ્સ ના કારખાનામાં કામ કરતો હતો. વતનમાં રહેતી 14 વર્ષીય કિશોરી સાથે તેને આંખ મળી જતા બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો.

જોકે બંનેના પરિવારને તેમનો પ્રેમ સંબંધ મંજૂર ના હોવાથી સીબારામ 1 મહિનો પહેલા કિશોરીને વતનથી ભગાવી લાવ્યો હતો અને લિંબાયતમાં બંને સાથે રહેતા હતા. દરમિયાન બુધવારે રાત્રે બંને રૂમમાં એક સાથે ફાંસો ખાધો હતો. સીબારામથી પિતા બુધવારે રાત્રે ઘરે આવતા બંને ફાસો ખાધેલી હાલતમાં હતા. જો કે, લિંબાયત પોલીસ કારણ જાણી શકી ન હતી. કિશોરી સગીર વયની હોવાથી અને પરિવાર સાથે નહી રહેવા દે તેવી આશંકાથી પગલું ભર્યાની શક્યતા વ્યક્ત કરાઈ હતી.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other