સુરત એલસીબી પોલીસે વધાવા ગામેથી હારજીતનો જુગાર રમતા 4ને ઝડપી પાડ્યા, રૂ. 1.33 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત
(સુશાંત શીંદે દ્વારા, સુરત) : -સુરત જિલ્લા LCB પોલીસે બાતમી આધારે બારડોલી તાલુકાના ઉતારા ગામેથી 4 જુગારીઓ ઝડપી પાડ્યા હતા. પોલીસે ગંજીપાના પર હારજીત માટે લાગેલ રોકડ, મોબાઇલ તેમજ મોટર સાયકલ મળી 1.33 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
પોલીસે 1 લાખ 33 હજાર 450નો મુદ્દામાલ કબ્જે કર્યો
બારડોલી તાલુકાના વધાવા ગામે કુકળ ફળિયામાં પંચાયતની ઓફિસની પાછળ ખુલ્લી જગ્યામાં જાહેરમાં ગંજીપાનાનો પૈસા વડે હારજીતનો જુગાર રમાતો હોવાની બાતમી સુરત જિલ્લા LCB પોલીસને મળી હતી. જે ચોક્કસ બાતમીના આધારે પોલીસે રેડ કરી જુગાર રમી રહેલ 4 જુગારીઓને ઝડપી પાડ્યા હતા. જ્યારે અન્ય 10 જુગારીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. પોલીસે રેડ દરમિયાન દાવ પરની રોકડ, મોબાઇલ તેમજ મોટર સાયકલ મળી 1 લાખ 33 હજાર 450નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.