તાપી : વાલોડ અને કુકરમુંડા તાલુકાઓમાંથી બે-બે કોરોના કેસો નોંધાયા

0
20200418_152253
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા):  તાપી જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી તરફથી મળેલી માહિતી અનુસાર, તાપી જિલ્લામાં આજરોજ લેવામા આવેલ કુલ 460 સેમ્પલોમાંથી ચાર નવા કેસો સામે આવ્યા છે. વાલોડ તાલુકામાંથી લેવામા આવેલ 61 સેમ્પલોમાંથી બે અને કુકરમુંડા તાલુકામાંથી લેવામા આવેલ 16 સેમ્પલોમાંથી બે કોરોના પોઝીટીવ કેસો નોંધાયો છે. આજે એક દર્દીને રજા અપાતા જિલ્લામાં હવે 14 એક્ટિવ કેસો છે.

16-08-22 COVID Updates
1.૨૮ વર્ષિય પુરુષ – નિશાળ ફળિયું – ફૂલવાડી, તા.કુકરમુંડા
2.૩૦ વર્ષિય પુરુષ – તુલસા, તા.કુકરમુંડા
3. ૨૦ વર્ષિય મહિલા – સામરચાલી – વાલોડ
4.૪૮ વર્ષિય મહિલા – ખાખર ફળિયું – ગોલણ, તા.વાલોડ
એક્ટિવ કેસ=૧૪
રજા આપેલ દર્દી=૦૧
મૃત્યુ =૦૦

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other