તાપી જિલ્લામાં આગામી ૨૪મી ઑગસ્ટ તાલુકા “સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ” યોજાશે

0
3717_swagat
Contact News Publisher

ફરિયાદ નિવારણ કાર્યક્રમ માટે તા.૧૦મી ઑગસ્ટ સુધીમાં અરજીઓ મોકલી આપવી
………….
માહિતી બ્યુરો, વ્યારા ૦૭: સમગ્ર રાજ્યમાં મુખ્યમંત્રીશ્રીના અભિગમ દ્વારા પ્રજાના પ્રશ્નોનો ઉકેલ લાવવા માટેનો જિલ્લા કક્ષા અને તાલુકા કક્ષાના “સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ” નું આયોજન કરવામાં આવેલ છે. જે અન્વયે તાપી જિલ્લામા જુલાઇ-૨૦૨૨નો “તાલુકા સ્વાગત કાર્યક્રમ આગામી તા.૨૪-૦૮-૨૦૨૨, બુધવારના રોજ સવારે ૧૧ કલાકે યોજાશે.
જેમાં સોનગઢ તાલુકામાં જિલ્લા કલેક્ટર એચ.કે.વઢવણિયાના અધ્યક્ષસ્થાને મામલતદાર કચેરી સોનગઢ ખાતે સવારે-૧૧ કલાકે યોજાશે. વ્યારામાં પ્રાંત અધિકારી,વ્યારાના અધ્યક્ષસ્થાને મામલતદાર કચેરી વ્યારા ખાતે તાલુકા સ્વાગત કાર્યક્ર્મ યોજાશે. કુકરમુંડા તાલુકામાં ડાયરેકટરશ્રી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી,તાપીના અધ્યક્ષસ્થાને મામલતદાર કચેરી કુકરમુંડા ખાતે, ડોલવણમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રીના અધ્યક્ષસ્થાને મામલતદાર કચેરી ડોલવણ ખાતે,વાલોડ માં પોલીસ અધિક્ષક્શ્રી,તાપીના અધ્યક્ષસ્થાને મામલતદાર કચેરી વાલોડ ખાતે, નિઝર તાલુકામાં પ્રાયોજન વહિવટદારશ્રી સોનગઢના અધ્યક્ષસ્થાને મામલતદાર કચેરી નિઝર ખાતે તાલુકા સ્વાગત કાર્યક્ર્મ યોજાશે.
આ કાર્યક્રમમાં અરજદારો પ્રશ્નો અંગે સંબંધિત કચેરી અને અધિકારીનો સંપર્ક કરવા છતાં અને નિયમિનુસાર તમામ કાર્યવાહી અનુસરવા છતા નિવેડો ન આવેલ હોય તેવી સમસ્યાઓ/પ્રશ્નોની અરજીઓ આગામી તા.૧૦/૦૮/૨૦૨૨ સુધીમાં તાલુકા મામલતદારશ્રીને સમય મર્યાદામાં સંબંધિત કચેરીમાં મોકલી આપવાની રહેશે, એમ જિલ્લા કલેકટર, તાપીની અખબારી યાદી દ્વારા જણાવાયું છે.
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other