ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ (G3Q) સ્પર્ધામાં સુરત જિલ્લાનાં માંગરોળ નગરની એસ.પી.મદ્રેસા હાઈસ્કૂલનાં વિદ્યાર્થીઓની સિદ્ધિ

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, માંગરોળ) : તા.૫ ગુજરાત શૈક્ષણિક વિભાગ દ્વારા ગુજરાત જ્ઞાન ગુરુ (G3Q) ક્વિઝ સ્પર્ધા યોજવામાં આવી રહી છે. જેમાં તાલુકા મથક મોટામિયા માંગરોલ મુકામે આવેલ કાયેમુલ ઇસ્લામ મદ્રેસા ટ્રસ્ટ સંચાલિત એસ.પી. મદ્રેસા હાઈસ્કૂલનાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. ગત સપ્તાહથી શરૂ થયેલ આ સ્પર્ધા 73 દિવસ સુધી ચાલશે. આ સ્પર્ધાનાં વિજેતાઓની યાદી દર બે સપ્તાહે વેબસાઇટ પર પ્રસિધ્ધ કરવામાં આવે છે.
જે અંતર્ગત શનિવારે સુરત જિલ્લાનાં માંગરોળ તાલુકાનાં ટોપ-10 વિજેતાઓની યાદી પ્રસિદ્ધ કરવામાં આવી હતી. તેમાં સમગ્ર તાલુકામાં અનુક્રમે પ્રથમ, તૃતીય અને દસમાં ક્રમાંક પર સાલેહજી પટેલ મદ્રેસા હાઈસ્કૂલ, મોટામિયા માંગરોળનાં ધોરણ-10 નાં વિદ્યાર્થીઓ વિજેતા બન્યા હતાં. ટોપ ટેનમાં પ્રથમ ક્રમે પઠાણ મોહમ્મદ હસન, ત્રીજા ક્રમે કુરેશી ઓસામા ઝાકીર જ્યારે દસમા ક્રમે વસાવા શ્રવણ મુકેશભાઈ વિજેતા ઘોષિત થયેલ છે.
વિદ્યાર્થીઓને આ સિદ્ધિ હાંસલ કરવા બદલ સંસ્થાનાં મેનેજિંગ ટ્રસ્ટી ઈસ્માઈલભાઈ પટેલ, પ્રમુખ શબ્બીરભાઈ ઘીવાલા તથા ટ્રસ્ટીમંડળ ઉપરાંત શાળા પરિવારે હૃદયપૂર્વક અભિનંદન પાઠવ્યા હતાં. અત્રે ઉલ્લેખનીય છે કે પ્રથમ સપ્તાહમાં પણ આ શાળાનાં એક વિદ્યાર્થીએ ટોપ 10 માં સ્થાન મેળવ્યું હતું. જે ગર્વની બાબત છે.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other