વાલોડનાં દેગામા ગામના મકાનને નિશાન બનાવી 29 હજારના મત્તાની ચોરી

પ્રતિકાત્મક તસ્વીર

Contact News Publisher

પ(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જીલ્લાનાં વાલોડ તાલુકામાં આવેલ દેગામા ગામે બંધ મકાનનાં દરવાજાને લગાવેલ તાળુ તથા નકુચો તોડી ઘરમાં મુકેલા કબાટો ખોલી રૂ. 28,500 નાં મત્તાની ચોરી થવાની ઘટના બની છે.
તાપી જીલ્લાનાં વાલોડ તાલુકામાં આવેલ દેગામા ગામના ટોકર ફળીયામાં ઉમેશભાઇ બાઠાભાઇ ચૌધરી ઉ.વ.- ૭૧, નિવૃત જીવન ગાળે છે, તા.૨૧/૧૧/૨૦૧૯ કલાક:-૦૯/૦૦ થી તા:-૨૩/૧૧/૨૦૧૯ ના કલાક ૧૬/૦૦ દરમ્યાન કોઈ અજાણ્યા ચોરે તેમના ઘરના દરવાજાને લગાવેલ તાળુ તથા નકુચો કોઇક ચીજ વસ્તુથી તોડી મકાનની અંદર પ્રવેશ કરી હોલ તથા બેડરૂમમાં મુકેલ ત્રણ કબાટ જેના દરવાજા કે, લોકર લોક કરેલ ન હતા તે ખોલી ત્રણે કબાટની તીજોરીમાંથી સોનાની બંગડી નંગ-૨ કિંમત રૂ.૨૨,૦૦૦/- તથા ચાંદીના સાકડા એક જોડી કીંમત રૂ. ૩,૫૦૦/- તથા રોકડા રૂ. ૩૦૦૦/- મળી કુલ્લે રૂ.૨૮,૫૦૦/- ની મત્તાની ચોરી કરી નાસી ગયો હતો. જે અંગે ઉમેશભાઇએ વાલોડ પોલીસને જાણ કરતા વાલોડ પોલીસે આ અંગે ઈ.પી.કો. કલમ- ૪૫૪,૪૫૭,૩૮૦ મુજબ ગુનો નોંધ્યો હતો. ગુનાની આગળની વધુ તપાસ પી.એસ.આઈ. પી.એમ. અમીન કરી રહ્યા છે.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *