ભડભુંજા રેલ્વે સ્ટેશન યાર્ડમાં ઉચ્છલનો યુવક અને એક અજાણી સ્ત્રીનું ટ્રેનથી કપાતા મોત : મરણ ગયેલ સ્ત્રીની ઓળખ હજી બાકી

0
20210924_111517
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ગત તા .૨૩ / ૦૯ / ૨૦૨૧ ના રોજ આશરે કલાક ૦૨/૦૫ વાગ્યે ભડભુંજા રેલ્વે સ્ટેશન યાર્ડમાં ડાઉનલાઈન ઉપર ડાઉન માલગાડીથી બે નાં મૃત્યુ થયા હતાં.  ( ૧ ) અજયભાઈ અશ્વિનભાઈ જાતે – ગામીત ઉં.વ .૨૧ રહે- આનંદપુર ટેકરી ફળિયું તા – ઉચ્છલ જી – તાપી તથા (૨) એક અજાણી સ્ત્રી ઉ.વ .30 ના આશરાની ટ્રેનથી કપાઈ મરણ ગયેલ જે મરનાર પુરૂષની લાશની ઓળખ થઈ ગયેલ છે. જ્યારે સ્ત્રીની ઓળખ થયેલ નથી.

મરનાર એક અજાણી સ્ત્રીનું વર્ણન : – મરનાર એક અજાણી સ્ત્રી ઉ.વ .૩૦ ના આશરાની જેણે અંગમાં ક્રીમ કલરનો લીલા કલરના ડીઝાઈનવાળો ટોપ તથા સફેદ લેંગીસ પહેરેલ છે. પાતળા બાંધો, શ્યામ વર્ણની, ઉંચાઈ ૫ X 0 ”

મરનાર અજાણી સ્ત્રી અંગે કે તેનાં વાલી વારસો અંગે કે કોઇ બીજી માહિતી મળે તો સુરત રેલ્વે પોલીસ સ્ટેશન નંબર 0261-2422966, અથવા મોબ. નંબર 9925688196 ઉપર જાણ કરવી.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other