તાપી : “નલ સે જલ” યોજના અંતર્ગત ૩૬ ગામોને અંદાજિત રૂ. ૨૦૩૧ લાખના ખર્ચે પાણી પુરવઠાની યોજનાઓ મંજુર કરવામાં આવી

Contact News Publisher

તાપી જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતીની બેઠક મળી…

તાપી જિલ્લા જળ અને સ્વચ્છતા એકમ વાસ્મોની બેઠક કલેકટરના અધ્યક્ષ સ્થાને યોજાઈ..

આંગણવાડીઓ, શાળાઓ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોને પીવાના પાણીની સુવિધાને અગ્રતા આપવા અનુરોધ કરતા -કલેકટર એચ.કે. વઢવાણિયા

(માહિતી બ્યુરો દ્વારા, વ્યારા-તાપી) તા.૦૮- જિલ્લા જળ અને સ્વચ્છતા એકમ વાસ્મો-તાપીની બેઠક જિલ્લા સમાહર્તાશ્રી એચ.કે.વઢવાણિયાના અધ્યક્ષ સ્થાને જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડો.દિનેશકુમાર કાપડિયાની ઉપસ્થિતિમાં આજરોજ જિલ્લા સેવા સદન સભાખંડમાં યોજાઈ હતી.
તાપી જિલ્લા સમાહર્તાશ્રી એચ.કે.વઢવાણિયાએ જિલ્લા જળ અને સ્વચ્છતા એકમ વાસ્મોની ટીમને જણાવ્યું હતું કે વરસાદનો સમય હોય શક્ય એટલી વહેલી તકે પીવાના પાણીની યોજનાઓ સમયસર પૂર્ણ કરવી. આંગણવાડીઓ,શાળાઓ તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ઉપર સૌથી પહેલા પાણી પુરવઠો મળી રહે તે મુજબનું આયોજન કરવું. સાથે સાથે ગ્રામ પંચાયતોના કામો દરમિયાન સરપંચ અને તલાટી બંનેને યોજનાઓ વિશે માહિતગાર કરવા જોઈએ.
જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડો.દિનેશકુમાર કાપડિયાએ જણાવ્યું હતું કે પી.એચ.સી./સી.એચ.સી. અને વેલનેશ સેન્ટરો ઉપર પાણીની સારી સુવિધા મળી રહે તે માટે ડોકટરો પાસેથી વિગતો મંગાવી વાસ્મોની ટીમને સત્વરે જાણ કરવા સૂચન કર્યું હતું.
વાસ્મોના યુનિટ મેનેજરશ્રી જી.એમ.સોનકેસરીયાએ જિલ્લાની પાણી પુરવઠાની યોજનાકીય માહિતી આપતા જણાવ્યું હતું કે, સ્વજલધારા, એન.આર.ડી.ડબલ્યુ.પી/ ઓગ્મેન્ટેશન ઈન ટેપ કનેક્ટીવીટી ઈન રૂરલ એરિયા ટ્રાયબલ સબ પ્લાન કાર્યક્રમ અંતર્ગત ૩૬ ગામોની અંદાજિત રૂ. ૨૦૩૧.૩૨ લાખના ખર્ચે ૮૮૨૪ નવા ઘર જોડાણ તેમજ ૪૦૩૨ રીપેરીંગ ઘર જોડાણ સાથેની યોજનાઓ મંજુર કરવામાં આવી છે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, યોજનાની શરૂઆતથી અત્યાર સુધીમાં અંદાજે રૂપિયા ૧૬૬૪૧ લાખની ૮૭૧ યોજનાઓ મંજુર કરવામાં આવેલ છે. જે પૈકી ૫૬૪ યોજનાઓ પૂર્ણ કરવામાં આવેલ છે. ૮૨ યોજનાઓ ભૌતિક રીતે પૂર્ણ કરી પાણી પુરવઠો શરૂ કરવામાં આવેલ છે તથા ૧૪૪ યોજનાઓના કામો પ્રગતિમાં છે. તેમજ જિલ્લાની ૪૫૬ આંગણવાડીઓમાં તથા ૯૫ પ્રાથમિક શાળાઓમાં પીવાના પાણીની સુવિધા ઉપલબ્ધ કરવાનું આયોજન કરવામાં આવેલ હોવાનું જણાવ્યુ હતુ. ઉલ્લીખનીયા છે કે, તાપી જિલ્લામાં અત્યાર સુધીમાં ૧૬૮૨૦૫ ઘર નળ જોડાણ પૂર્ણ કરવામાં આવેલ છે.
આ બેઠકમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.હર્ષદ પટેલ, ગ્રામ વિકાસ નિયામક જે.જે.નિનામા,અરૂણભાઈ ગામીત જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિના સભ્યો સહિત વાસ્મોના ટેકનીકલ અધિકારી/કર્મચારીઓ ઉપિસ્થત રહ્યા હતા.
૦૦૦૦૦૦૦

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other