તાપી : પત્નીનાં ત્રાસથી કંટાળી પતિએ ફાંસો ખાઇને જીવન ટૂંકાવ્યું
Contact News Publisher
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : વ્યારા તાલુકાના વીરપુર ગામે પતિએ પત્નીના ત્રાસથી જીવનલીલા સંકેલી હોવાની ઘટના સામે આવી છે. વીરપુર ગમે પુલ ફળિયામાં રહેતા મહેશ ગામિતને પત્ની શર્મિલા સામાન્ય બાબતે ત્રાસ આપતી હતી. ગતરોજ જમવા બાબતે બંને વચ્ચે બોલાચાલી થતા શર્મિલાએ વાંસની લાકડીથી મહેશને માર્યો હતો. પત્નીના કાયમી ત્રાસથી કંટાળી જઇ મહેશે ઘરમાં દોરડા વડે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું છે. વ્યારા પોલીસે પત્ની શર્મિલા ગામીત વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.