માંગરોળ તાલુકાનાં ભડકુવા ગામે જાહેર સ્થળોને સેનેટાઈઝ કરાયા
Contact News Publisher
(નલિન ચૌધરી દ્વારા, ભડકુવા-માંગરોળ) : રાજ્યમાં કોરોનાનો કહેર યથાવત છે ત્યારે યુવાનો દ્વારા કોરોનાનાં સંક્રમણને રોકવા માટે પ્રયાસ કરવામાં કરવામાં આવી રહ્યા છે.માંગરોળ તાલુકાનાં ભડકુવા ગામે મંદિર ફળિયાનાં યુવાનો દ્વારા રસ્તાઓ,ઘર,મહોલ્લાઓ,ધાર્મિક સ્થળો અને અને જાહેર સ્થળોને સેનેટાઈઝ કરવામાં આવ્યાં હતાં.ગામનાં એક યુવાન દ્વારા જણાવવામાં આવ્યું હતું કે,કોરોના સામેની લડાઇમાં અમારા ગ્રામપંચાયતની કામગીરી તદ્દન નિષ્ફળ સાબિત રહી છે ત્યારે ગ્રામપંચાયત તરફથી કોઈ પ્રતિસાદ નહિ મળતાં અમે જાતે ગામને સેનેટાઈઝ કરવાનો નિર્ણય કર્યો છે અને અને કોરોનાને હરાવવા માટે અમે અમારાથી બનતા બધા પ્રયત્નો કરીશું એમ જણાવ્યું હતું.