સોનગઢ પોલીસ સ્ટેશનના ચોરીના ગુનામાં છેલ્લા ૬ વર્ષથી નાસતા – ફરતા આરોપીને ઝડપી પાડતી તાપી જીલ્લા લોકલ ક્રાઇમ બ્રાંચ

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : અધિક પોલીસ મહાનિદેશકશ્રી સુરત વિભાગ સુરત તથા પોલીસ અધિક્ષકશ્રી તાપીએ તાપી જીલ્લાના નાસતા ફરતા તેમજ વોન્ટેડ આરોપીઓને પકડી પાડવા સુચના આપેલ હોય જે આધારે શ્રી એચ.સી. ગોહિલ ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર લોકલ ક્રાઇમ બ્રાંચ તાપી  દ્વારા એ..સી.બી. ટીમને નાસતા – ફરતા તેમજ વોન્ટેડ આરોપીઓને પકડી પાડવા સુચના આપેલ હતી દરમ્યાન આજરોજ અ.હે.કો. લેબજીભાઇ પરબતજીભાઇને ખાનગી રાહે મળેલ બાતમી આધારે સોનગઢ પો.સ્ટે . ફ.ગુ.ર.નં. ૧૮/૨૦૧૫ ઇપીકો કલમ ૩૭૯ , ૪૧૧,૧૧૪ મુજબના ગુનાના નાસતા ફરતા આરોપી રાજગીરી મધુગીરી ગોસ્વામી રહે – સોનગઢ બાપાસીતારામ નગર તા.સોનગઢ જી.તાપી  સોનગઢ બસ સ્ટેન્ડ પાસે ઉભેલ હોય જેણે શરીરે ગુલાબી કલરનું લાંબી બાયનું શર્ટ તથા કમરે ભુરા કલરનો નાઇટ પેન્ટ પહેરેલ છે તેવી બાતમી હકીકત મળતા સાથેનાં પોલીસ સ્ટાફ તથા પંચોના માણસો સાથે સદર ઇસમને ચારેબાજુથી કોર્ડન કરી લઇ પકડી પાડી સાથેના નામઠામની ખાત્રી કરતા તે પોતાનું નામ રાજગીરી મધુગીરી ગોસ્વામી ઉ.વ .૪૨ મુળ રહે – સોનગઢ બાપા સીતારામનગર તા.સોનગઢ જી , તાપી હાલ રહે – વાંસદા ચંપાવાડી તા.વાંસદા જી.નવસારી હોવાનુ જણાવતો હોય સદર જેથી ઇસમને સોનગઢ પો.સ્ટે . ફ.ગુ.ર.નં. ૧૮/૨૦૧૫ ઇપીકો કલમ ૩૭૯ , ૪૧૧,૧૧૪ મુજબના ગુના બાબતે પુછતા તેણે આ ગુનાની કબુલાત કરેલ હોય તેને આજરોજ પકડી વધુ કાર્યવાહી માટે સોનગઢ પો.સ્ટે.ને સોંપેલ છે. આ કામગીરીમા લોકલ ક્રાઇમ બ્રાન્ચના અ.હે.કો. જયેશભાઇ લીલકીયાભાઇ , અ.હે.કો. લેબજીભાઇ પરબતજીભાઈ,  અ.હે.કો.સંજયભાઇ ચીમનભાઈ, અ.પો.કો. દિપકભાઇ સવજીભાઇ દ્વારા કરવામાં આવેલ છે.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other