તાપી જિલ્લામાં RT-PCR ટેસ્ટ બાદ રિપોર્ટ ઝડપથી મળવાની કાર્યવાહી કરવા બાબતે આદિવાસી યુવા ખેડૂત સંગઠન દ્વારા આવેદન પત્ર પાઠવાયુ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જિલ્લામાં કોરોના કેસોની સંખ્યા શહેરો તથા ગ્રામ્ય વિસ્તારમાં ખૂબ જ ઝડપી વધી રહેલ છે કોરોના કેસોના સતત વધારાને કારણે ગુજરાત હાઇકોર્ટના સુચનો મુજબ તાપી જિલ્લાના લોકોને કોરોના RT-PCR ટેસ્ટ રિપોર્ટ ઝડપી આવે તેવું આયોજન કરવા તેમજ તમામ તાલુકાએ આવી વ્યવસ્થા ઊભી કરવામાં આવે તેવી ખાસ જરૂરિયાત ઉભી થઈ છે. હાઇકોર્ટે ના સુચન મુજબ જેવી રીતે બુથ મેનેજમેન્ટ પ્લાન બનાવવામાં આવી ઇલેકશન સુચારૂ આયોજન થાય છે તેમ તાપી જિલ્લાના તમામ ગામો કોવિડ અંગે લોકો ને તરત જ સેવા મળે તે માટે કોવિડ સેવા બુથ મેનેજમેન્ટ તૈયાર કરી કામગીરીની યાદી બનાવવામાં આવે અને લોકો સીધો તેઓનો સંપર્ક કરી આરોગ્યલક્ષી સેવા મેળવી શકે તેવું સુધારો તુરંત આયોજન કરવા આદિવાસી યુવા ખેડૂત સંગઠન દ્વારા તાપી કલેક્ટરને આવેદન પત્ર મેઇલ દ્વારા પાઠવી સરકારશ્રીને વિનંતી કરાઈ છે. તથા હાલ કોવિડ ના RT- PCR ટેસ્ટ રિપોર્ટ ખૂબ જ ઝડપી મળે તેવું આયોજન કરવું પ્રાથમિક અગત્યતા છે. RT-PCR ટેસ્ટ રિપોર્ટ મોડા આવવાથી લોકો સંક્રમિત હોય તો પણ બહાર લોકોના સંપર્કમાં આવતા હોય જેથી તાલુકા દિઠ મોટા આય્શોલેશન વોર્ડ ઉભા કરવાનું આયોજન કરવા માટે માગણી કરાઈ છે. દરેક ગામોમાં આરોગ્ય સેન્ટર પર RT-PCR ટેસ્ટ કરવાની સગવડો ઉભી કરી દરેક આરોગ્ય સેન્ટર પરથી જ રિપોર્ટ અને સારવાર મળી રહે એવું આયોજન કરવા વિનંતી સાથે આરોગ્યલક્ષી માર્ગદર્શિકા બહાર પાડી નિયમો બનાવવા જરૂરિયાત ઉભી થઈ છે. જો સૌ ભેગા મળી યોગ્ય કાર્યવાહી કરવાનું આયોજન કરીશું ઝડપથી આ પરિસ્થિતિનું નિરાકરણ આવશે. જેથી આ અંગે દિશાનિર્દેશ કરી સુચારૂ આયોજન કરવા વિનંતી કરાઈ છે. આદિવાસી વિસ્તારોમાં તુરંત આ સેવા પુરી પાડવાની જરૂરિયાત ઉભી થયેલ છે જેનું સરકારશ્રી ધ્યાન દોરવા અમારી માગણી છે.
તાપી જિલ્લા ના દરેક ગામોમાં આરોગ્ય સેન્ટર પર RT-PCR ટેસ્ટ કરવાની સગવડો ઉભી કરી દરેક આરોગ્ય સેન્ટર પર થી જ રિપોર્ટ અને સારવાર મળી રહે એવું આયોજન તાત્કાલિક ધોરણે કરવામાં આવે_ રાકેશ ચૌધરી વેડછી આદિવાસી યુવા ખેડૂત સંગઠન પ્રમુખ