માંગરોળ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા કોવિડ સેન્ટર ચાલુ કરવા માંગ કરાઇ
(નલિન ચૌધરી દ્વારા, ભડકુવા-માંગરોળ) : માંગરોળ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આજરોજ કલેકટરશ્રીને સંબોધીને એક આવેદનપત્ર આપવામાં આવ્યું.જેમાં હાલની પરિસ્થિતિને જોતા માંગરોળ તાલુકાના કોરોનાના દર્દીને બીજી કોઈ હોસ્પિટલોમાં સારવાર મળી રહી નથી જેથી તેને ધ્યાનમાં રાખી માંગરોળ તાલુકા ખાતે કે કોવીડ સેન્ટર ઉભું કરવામાં આવે એવી માંગ કરી હતી. કોંગ્રેસના આગેવાનો રમણભાઈ ચૌધરી અને શાહબુદ્દીનભાઇ રૂપસિંગભાઇ ગામીતએ માંગરોળ તાલુકાના ધારાસભ્યશ્રી ગણપતભાઈ વસાવા સાથે ટેલીફોનીક ચર્ચા કરી પરિસ્થિતિ અંગે વાકેફ કર્યા હતાં.સંતોષભાઈ મૈસુરિયા,બાબુભાઈ ચૌધરી, પ્રકાશભાઈ ગામીતે માંગરોળ તાલુકાના હેલ્થ ઓફિસર હસમુખભાઈ ચૌધરીને આ પરિસ્થિતિ અંગે જાણ કરી તાત્કાલિક યુદ્ધના ધોરણે કોઈ કોવિડ હોસ્પિટલ તૈયાર કરવામાં આવે એવી માંગ કરી હતી.