માંગરોળ પોલીસે ઝડપેલો ડુપ્લીકેટ પોલીસ ક્રોસ્ટેબલ અગાઉ વાલોડ ખાતે GRD માં ફરજ બજાવી ચુક્યો હોવાનો ભાંડો તપાસ દરમિયાન ફૂટ્યો.

Contact News Publisher

માંગરોળ તાલુકાના મોસાલી ચારરસ્તા વિસ્તારમાં માંગરોળ પોલીસ મથકનાં ,પ્રવિણસિંહ શાતુભા,સંજય રાયસિંગ વસાવા,પરેશ કાંતિલાલ વગેરેઓ પેટ્રોલીંગમાં હતા.તે દરમિયાન પોલીસે મોહમદ ઇલ્યાસ બાગી, હાલ રહેવાસી,પાનેશ્વર ફળિયું,વાંકલ, તાલુકા માંગરોળ, મૂળ રહેવાસી પુલ ફળિયું, વાલોડે ગુજરાત પોલીસ કર્મચારીઓને પહેરાવનો ધણવેશ પહેરેલો હતો.નેમ પ્લેટ ઉપર લાલુ આઈ.બાગી,HC બેજ નંબર 175 લખેલું હતું.એની પાસે ઓળખપત્ર માંગતા, એ આપી શક્યો ન હતો.જેથી એ બોગગ્સ હોવાનું જણાઈ આવ્યું હતું.એને કબુલિયુ કે હું પોલીસ ખાતા માં નોકરી કરતો નથી,પરંતુ પોલીસનો ડ્રેસ પહેરી લોકો ઉપર રોફ જમાવવાની મઝા આવતી હોય,જેથી હું પોલીસ ધણવેશ પહેરું છું.આખરે માંગરોળ પોલીસે એની અટક કરી,કાયદેસરની કાર્યવાહી હાથ ધરી,વધુ તપાસ કરતાં આ શખ્સ એ પોલીસનો ગણવેશ અને અન્ય લેબળો સહિતની ચીજ વસ્તુઓ ક્યાંથી લાવ્યો હતો.એ પૂછતાં એને જણાવ્યું કે સુરત ખાતે ઉમરા વિસ્તારમાં પોલીસ વિભાગને લગતાં ડ્રેસો સહિતની તમામ ચીજ વસ્તુઓ મળે છે.ત્યાંથી ખરીદયા હતા.જેથી પોલીસ આ શખ્સને લઈ સુરત તપાસ માટે ગઈ હતી. ત્યાંથી ભાંડો ફૂટ્યો કે આ શખ્સ GRD માં વાલોડ ખાતે ફરજ બજાવતો હતો.ત્યારે લઈ ગયો હતો.

રરિપોર્ટ-નઝીર પાંડોર – માંગરોળ.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other