તાપી જિલ્લામાં તા.7મી માર્ચે યોજાનાર વેરા નિરીક્ષકની પરીક્ષા સંદર્ભે જાહેરનામું
(માહિતી બ્યુરો દ્વારા, વ્યારા) : આગામી તા.07.03.2021ના રોજ તાપી જિલ્લામાં યોજાનાર જીપીએસસી રાજ્ય વેરા નિરીક્ષક વર્ગ-3ની પરીક્ષા દરમિયાન ઉમેદવારોની પસંદગીમાં પ્રામાણિકતા અને ગુપ્તતા જળવાય અને પરીક્ષા ન્યાયયુકત યોજાય તથા પરીક્ષાનું આયોજન નિષ્પક્ષ, તટસ્થ અને ભેદભાવરહિત થાય તે અને પરીક્ષા કેન્દ્રો પર કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે હેતુથી તા.07/03/2021ના રોજ સવારે 11.00 કલાકથી 13.00 કલાક દરમ્યાન અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ બી.બી.વહોનિયાએ જાહેરનામુ બહાર પાડી તમામ પરીક્ષા કેન્દ્રોની આજુબાજુમાં 100 મીટરના ઘેરાવ વિસ્તારમાં ચાર કે તેથી વધુ વ્યકિતઓએ એકત્રિત થવા, હથિયાર કે મોબાઈલ ફોન લઈ જવા પર કે પરીક્ષાના સમય દરમ્યાન તેના ઉપયોગ કે લાઉડ સ્પીકર વગાડવા, ૫રીક્ષા કેન્દ્રના 100 મીટરના વિસ્તારમાં અનઅઘિકૃત વ્યકિતઓના પ્રવેશ ૫ર તથા પરીક્ષા કેન્દ્રની 100 મીટરના અંતર સુઘીમાં ઝેરોક્ષ/ફેકસ સેન્ટરો ચાલુ રાખવા ઉપર મનાઈ ફરમાવી છે. આ હુકમનો ભંગ અથવા ઉલ્લંધન કરનારા ભારતના ફોજદારી અધિનિયમ-1860ની કલમ-188 અનુસાર સજાને પાત્ર થશે.
૦૦૦૦૦