માંગરોળ તાલુકાની 5 જિલ્લા પંચાયતની બેઠકો અને તાલુકા પંચાયતની 19 બેઠકો ભાજપે કબ્જે કરી : ઉમરપાડા તાલુકામાં કોગ્રેસનાં સુપડા સાફ
Contact News Publisher

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : માંગરોળ તાલુકાની જિલ્લા પંચાયતની 5 બેઠકોમાંથી 5 બેઠકોનાં પરિણામો જાહેર કરવામાં આવ્યા છે.આ 5 બેઠકોમાં માંગરોળ, ઝંખવાવ, કોસંબા, પીપોદરા, નાનીનરોલી બેઠકોનો સમાવેશ થાય છે. અને આ 5 બેઠકો ભાજપે કબ્જે કરી છે. ઝંખવાવ જિલ્લા પંચાયત ઉપર દિનેશભાઇ સુરતી, નાનીનરોલી બેઠક ઉપર અફઝલખાન પઠાણનો સમાવેશ થાય છે. જ્યારે માંગરોળ તાલુકા પંચાયતની કુલ 24 બેઠકોમાં થી 19 બેઠકો ભાજપે કબ્જે કરી છે. જેમાં ઝંખવાવમાં નસીમબાનું કડીવાલા, લીબાડામાં ભરત ભાઈ પટેલ,વાંકલમાં ડોક્ટર યુવરાજસિંહ સોનારીયા, વેરકુઈમાં ચંદનબેન ગામીત, કોસાડીમાં મીનાક્ષીબેન વસાવાનો સમાવેશ થાય છે. જ્યારે માત્ર 5 બેઠકો કોંગ્રેસને મળી છે. એમાં માંગરોળમાં મોહનભાઇ કટા રીયા, ઉપરાંત મોસાલી અને કોસંબાની બે બેઠકોનો સમાવેશ થાય છે. તેવી જ રીતે ઉમરપાડા તાલુકાની જિલ્લા પંચાયતની 2 બેઠકો ધાણાવડ અને વાડી અને તાલુકા પંચાયતની 16 બેઠકો ભાજપે કબ્જે કરી, ઉમરપાડા તાલુકા પંચાયતને ભજપે કોગ્રેસ મુક્ત કરી દીધી છે.
