વ્યારા પોલીસ સ્ટેશનના ગુન્હામાં લાજપોર મધ્યસ્થ જેલમાં આજીવન કેદની સજા ભોગવી રહેલ અને વચગાળાના જામીન રજા પરથી ફરાર થયેલ કેદીને ડીટેન કરી લાજપોર જેલમાં મોકલી આપતી પેરોલ -ફર્લો સ્ક્વોડ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા): તાપી પોલીસ અધિક્ષકશ્રી તાપી વ્યારા તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી વ્યારા વિભાગ વ્યારા નાઓએ નાસતા – ફરતા વોન્ટેડ તથા પેરોલ , ફર્લો , વચગાળાના જામીન રજા ઉપર આવેલ અને રજા દરમિયાન ફરાર થઈ ગયેલ પાકા કામના કૈદીઓને પકડી પાડવા સુચના આપેલ હોય , શ્રી ડી.એસ. લાડ I/C પો.સ.ઈ. પેરોલ ફર્લો સ્ક્વોડ , તાપી તથા પેરોલ ફર્લો સ્ક્વોડમાં ફરજ બજાવતા અ.હે.કો. અનિલભાઈ રામચંદ્ર નાઓ વ્યારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા દરમ્યાન , વ્યારા પો.સ્ટે . | ગુ.ર.નં. ૧૨૯/૨૦૧૭ ઈ.પી.કો. કલમ ૩૭૬ ( ૨ ) ( એચ ) ( આઈ ) , અધિ -૨૦૧૨ ની કલમ પ ( જે ) ( i ) ( એલ ) , ૬ મુજબના ગુન્હામાં મધ્યસ્થ જેલ , લાજપોર ખાતે આજીવન કેદની સજા ભોગવી રહેલ પાકા કેદી- ભરતભાઈ મંગાભાઈ રાઠોડ રહે . પાનવાડી , વ્યારા તા.વ્યારા કે જેને મધ્યસ્થ જેલ , લાજપોર ખાતેથી તા .૦૧ / ૦૨/૨૦૨૧ થી તા .૧ ર/ ર / ૨૦૨૧ સુધી દિન- ૧૦ ની વચગાળા જામીન રજા ઉપર મુક્ત કરવામાં આવેલ હતો . જેની રજાની મુદ્દત તા .૧૨ / ૦૨ / ૨૦૧૧ ના રોજ પૂર્ણ થઈ ગયેલ હોવા છતા નિયત તારીખ – સમયે પરત જેલમાં હાજર થયેલ નહી અને ફરાર થઈ ગયેલ હતો. જેની અ.હે.કો. અનિલભાઈ રામચંદ્ર નાઓએ શોધખોળ કરતા તા .૨૬ / ૦૨ / ૨૦૨૧ ના રોજ મળી આવેલ હોય તેને ડીટેઈન કરી બાકીની સજા ભોગવવા સારૂ લાજપોર મધ્યસ્થ જેલ ખાતે યોગ્ય પોલીસ જાપ્તા સાથે મોકલી આપેલ છે .