આદર્શ આશ્રમશાળા, બોરકુવાની આચાર્યા 20 હજારની લાંચ સ્વીકારતા ઝડપાયા
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : શ્રીમતી દમયંતિબેન માનજીભાઇ ચૌહાણ, આચાર્ય, વર્ગ- ૩, આદર્શ આશ્રમશાળા, બોરકુવા, તા.સોનગઢ, જી.તાપી રહે. સાંઇનગર- ૨-૧૪, વ્યારા, તા.વ્યારા, જી.તાપીએ ફરિયાદીનાં સાતમાં અને પાંચમાં પગાર પંચના સ્ટીકરો મેળવી અને ઉચ્ચતર પગાર ઘોરણની ફાઇલ તૈયાર કરવા તેમજ સર્વિસબુક સ્કેન કરવા માટે આ કામના આક્ષેપિતે રૂપિયા ૨૦,૦૦૦/- ની લાંચની માંગણી કરેલ.
જે લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોય આજરોજ તાપી એ.સી.બી. પો.સ્ટે. નો સંપર્ક કરી ફરીયાદ આપેલ. જે ફરીયાદીની ફરીયાદના આધારે લાંચના છટકાનુ આયોજન કરતા શ્રીમતી દમયંતિબેન માનજીભાઇ ચૌહાણએ ફરીયાદી પાસે રૂા.૨૦,૦૦૦/- ની લાંચની માંગણી કરી, સ્વીકારી સ્થળ ઉપર પકડાઇ ગયેલ છે
ઉપરોક્ત આરોપી શ્રીમતી દમયંતિબેન માનજીભાઇ ચૌહાણને એ.સી.બી.એ ડીટેઇન કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે. ટ્રેપીંગ અધિકારી શ્રી એસ.એચ. ચૌધરી, પો.ઇન્સ., તાપી એ.સી.બી. પો.સ્ટે. અને એ.સી.બી. સ્ટાફ દ્વારા સફળતાપૂર્વક ઓપરેશન પર પાડ્યુ હતું.
