બ્રહ્માકુમારીઝ કેન્દ્ર વ્યારા દ્વારા આયોજીત વકતૃત્વ સ્પર્ધામાં ભાગ લેવો છે ?
લોગો

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : બ્રહ્માકુમારીઝ યુવા પ્રભાગ દ્વારા વકતૃત્વ સ્પર્ધાનુુ આયોજન કરાયું છે. જે વકતૃત્વ સ્પર્ધાનો વિષય “સંબંધો માં સાચો સ્નેહ” રાખવામાં આવ્યો છે.
માનવ જીવનમાં સંબધોનું અનેરૂ મહત્વ છે. સંબંધોની મીઠાસ ત્યારે જ જળવાઈ રહે છે, જ્યારે તેમાં સાચા સ્નેહની સુગંધ હોય. આજના આધુનિક યુગમાં આપણા તમામ સંબંધોમાં સ્નેહ, પ્રેમને જાળવી રાખવા એ આપણી ઉમદા ફરજ છે. આપ સૌ યુવા ભાઈ – બહેનોને આ સ્પર્ધામાં ભાગ લઈ ઉપર્યુક્ત વિષયને અનુરૂપ પોતાના વિચારો વ્યક્ત કરવા માટે બ્રહ્માકુમારીઝ કેન્દ્ર વ્યારા દ્વારા હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
નોંધ: સ્પર્ધક યુવાની વયમર્યાદા ૧૬ થી ૩૫ વર્ષ, વક્તવ્યનો સમય મર્યાદા ૩ મીનીટ રહશે. તારીખ : – ૧૪/૦ર/ર૦૨૧ રવિવાર સાંજે પ થી ૭ કલાકે, સ્થળ : – લાઈટ હાઉસ, પરિશ્રમ પાર્ક, આઈસ સ્પાઈસ હોટેલની પાછળ, ધુલીયા રોડ, વ્યારા.
સ્પર્ધામા ભાગ લેવા માટે નીચે આપેલ નંબર પર સમ્પર્ક કરવો. અને બીન સ્પર્ધક પણ કાર્યક્રમ માં જોડાઈ શકે છે. સમ્પર્ક : ૯૪ર૭૮૩રર૪૪.
