કામરેજ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા વોલીબોલ ટુર્નામેન્ટ યોજાઈ : છ ટીમોએ લીધેલો ભાગ:ત્રણ ટીમોનું જિલ્લા કક્ષા માટે પસંદગી કરાઈ.
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : કામરેજ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા વોલીબોલ ટુર્નામેન્ટનું આયોજન દેરોદ પ્રાથમિક શાળા ખાતે કરવામાં આવ્યું હતું. ટૂર્નામેન્ટમાં કામરેજ તાલુકાનાં દસ કેન્દ્ર માંથી છ ટીમોએ ભાગ લીધો હતો. સ્પર્ધાની શરૂઆતમાં કામરેજ તાલુકા સંઘના કાર્યવાહક પ્રમુખ સાગરભાઈ ચૌહાણે શાબ્દિક સ્વાગત કરી સૌને આવકાર્યા હતા.આ પ્રસંગે કામરેજ તાલુકા સંઘના પ્રમુખ અશ્વિન ભાઈ પટેલ, મહામંત્રી સિરાજભાઈ મુલતાની મહેશભાઈ હિરપરા, કાનજીભાઈ વેકરીયા, કાશીરામભાઈ ચૌધરી, રીનાબેન રોઝલીન અન્ય હોદ્દેદારો ભરતસિંહ મોરી, ગોવિંદભાઈ પટેલ, કામરેજ તાલુકાનાં શિક્ષક મિત્રો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.ખાસ મહેમાન તરીકે ડેલ્ટા સોલારના માલિક ધર્મેંદ્ર્સિંહ સાંગડોટ ઉપસ્થિત રહ્યા હતા. જેઓએ સિલેકસન થનાર બે ટીમો માટે સ્પોર્ટ્સ ટી -શર્ટ નું દાન આપ્યું હતું. વોલીબોલ ટૂર્નામેન્ટના સ્પોન્સર શ્રી ધરમેન્દ્રસિંહ સાંગડોટનું તાલૂકા સંઘ દ્વારા શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. વોલીબોલ ટુર્નામેન્ટનું સમગ્ર આયોજન કામરેજ તાલુકા સંઘના સાગરભાઈ ચૌહાણ, આશિષભાઈ પટેલ અને દિનેશભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. દેરોદ પ્રાથમિક શાળાના આચાર્ય ભરતભાઈ ચૌહાણ તેમજ તેમનો સ્ટાફ તથા મેહુલભાઈ પટેલ, કામરેજ કેન્દ્રના શિક્ષકો દ્વારા સુંદર વ્યવસ્થા પૂરી પાડવામાં આવી હતી. સમગ્ર ટૂર્નામેન્ટમાં રેફરી તરીકે દેવેન્દ્રભાઈ પટેલ, ઘલાએ સેવા આપી હતી અને જિલ્લા કક્ષા માટે ત્રણ ટીમનું સિલેકસન કરવામાં આવ્યું હતું.