તાલુકા મથક માંગરોળ ખાતે કાર્યરત એસ.પી. એમ. હાઇસ્કૂલ સહિત તાલુકામાં આવેલી સ્કૂલો ખાતે ધોરણ-૯ – ૧૧ નાં વર્ગો શરૂ:વાલીની સંમતિ ન લાવનાર વિદ્યાર્થીઓને પ્રવેશ ન અપાયો
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : રાજ્યનાં શિક્ષણ વિભાગ તરફથી પ્રથમ ધોરણ-૧૦ – ૧૨ નાં વર્ગો શરૂ કર્યા બાદ આજે તારીખ ૧ લી ફેબ્રુઆરીથી ધોરણ- ૯ -૧૧ નાં વર્ગો શરૂ કરવાનો નિર્ણય રાજ્ય સરકારે લેતાં, તાલુકા મથક માંગરોળ ખાતે આવેલી એસ.પી.એમ.બોઇઝ અને ગર્લ્સ હાઇસ્કૂલ સહિત તાલુકામાં કાર્યરત હાઈસ્કૂલોમાં ધોરણ-૯-૧૧ નાં વર્ગો કોવિડ-૧૯ ની ગાઈડ લાઈન મુજબ શરૂ કરી દેવામાં આવ્યા છે.જેમાં પ્રથમ વાલીનું સંમતિપત્ર હોય એવા વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ આપી,વર્ગખંડમાં પ્રવેશ કરતાં પહેલાં વિદ્યાર્થીઓનું ટેમ્પરેચર, ઓક્સિજન ચેક કરી,સેનેતાઈઝરનો ઉપયોગ કરાવી પ્રવેશ આપવામાં આવ્યો હતો. વર્ગમાં માસ્ક અને સોશિયલ ડિસ્ત્રન્સ નું પાલન કરવામાં આવ્યું છે. જે વિધ્યાર્થીઓ પોતાનાં વાલીઓનું સંમતિપત્ર નહીં લાવનાર વિધ્યાર્થીઓને વર્ગમાં પ્રવેશ આપવામાં આવ્યો ન હતો. જો કે આજે નવ માસનાં લાંબા ગાળા દરમિયાન શાળાઓ શરૂ થતાં શાળાઓનાં મેદાનો અને વર્ગખંડો વિધ્યાર્થીઓનાં કીલ કીલાટ જોવા મળ્યા હતાં.