આજે માંગરોળ તાલુકાનાં પાલોદ ખાતે બનેલી ગમખ્વાર દુર્ઘટનાંમાં ૧૫નાં મોત થતાં, વનમંત્રીએ રેનબસેરા ઉભા કરવાની કરેલી જાહેરાત

Contact News Publisher

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  :  આજે તારીખ ૧૯ મી જાન્યુઆરીનાં માંગરોળ તાલુકાનાં કીમ ચારરસ્તા થી માંડવી જતાં રાજ્ય ધોરી માર્ગ ઉપર પાલોદ ગામે માર્ગની બાજુમાં સુતેલા મજૂરો ઉપર એક હાઈવા ચઢી જતાં પંદર જણાનાં મોત થયા છે. જ્યારે છ લોકો સુરતની સરકારી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ ઘટનાના સ્થળની મુલાકાત માંગરોળ વિસ્તારનાં ધારાસભ્ય અને રાજ્યનાં વનમંત્રી એ લીધી હતી. ત્યારબાદ એમણે જણાવ્યું હતું કે જે વિસ્તારોમાં ઔદ્યોગિક એકમો વધુ આવેલા છે. તેવા વિસ્તારોમાં પ્રવાસી ભારતીયો માટે રેનબસેરા ઉભા કરવામાં આવશે.આ પ્રશ્ને સરકારમાં યોગ્ય ચર્ચા કરી નવા રેનબસેરા ઉભા કરવામાં આવશે. એમણે મૂર્તકોનાં પરિવારોને સાંત્વન આપ્યું હતું.

 

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other