ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા ભગવાન દ્વારકાધીશજીના મંદિર પર ધ્વજા રોહણ કાર્યક્રમ યોજાયો : શિક્ષણ સચિવ વિનોદ રાવ ખાસ ઉપસ્થિત રહ્યા

Contact News Publisher

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  :   ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા ભગવાન દ્વારકાધીશ જી ના મંદિર પર ધ્વજા રોહણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં રાજ્યનાં શિક્ષણ સચિવ વિનોદ રાવ, રાજ્ય સંઘના પ્રમખ દિગ્વિજયસિંહ જાડેજા, મહામંત્રી સતિષભાઈ પટેલ, સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ કિરીટ ભાઈ પટેલ, અન્ય હોદ્દેદારોની ઉપસ્થિતમા પવિત્ર દ્વારકાધીશ જી ના મંદિર પર ધ્વજારોહણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.ધ્વજા રોહણ પહેલા ગુજરાત રાજ્ય સંઘની સંકલન સભા પણ રાખવામાં આવી હતી જેમાં સુરત જિલ્લામાંથી એરિકભાઈ ખ્રિસ્તીને રાજ્ય સંઘના કાર્યધ્યક્ષ તરીકે નિમણૂક પત્ર આપવામાં આવ્યો હતો. આ ઉપરાંત અન્ય જિલ્લાના શિક્ષકોને પણ વિવિધ હોદ્દા આપવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં શિક્ષણ સચિવ વિનોદ રાવ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ શિક્ષણ ને લગતા અન્ય મુદ્દાની પણ ચર્ચા કરવામાં આવી હતા. આ કાર્યક્રમમા સુરત જિલ્લામાંથી કિરીટભાઈ પટેલ, અરવિંદભાઈ ચૌધરી, અનિલ ભાઈ ચૌધરી, વિશ્વજીતભાઇ ચૌધરી, બળવંતભાઈ પટેલ, એરિકભાઈ ખ્રિસ્તી વગેરે ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

 

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other