તાપી : કલેકટર આર.જે.હાલાણીની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઇ
(માહિતી બ્યુરો દ્વારા; વ્યારા) : – તાપી જિલ્લા કલેકટર આર.જે.હાલાણીની અધ્યક્ષતામાં આજે કલેકટર કચેરીના કોન્ફરન્સ હોલમાં યોજાયેલ જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતીની બેઠકમાં પદાધિકારીઓ દ્વારા રજુ કરવામાં આવેલ તથા પ્રાથમિક જરૂરિયાતના પ્રશ્નોને અગ્રતા આપી લોક્પ્રશ્નોનું કાયમી ધોરણે ઉકેલ લાવવા કલેક્ટરશ્રીએ અધિકારીઓને સુચના આપી હતી.
ભાગ-૨ની બેઠકમાં નિવૃત થયેલા કર્મચારીઓને નિવૃતિ લાભો સમયમર્યાદામાં મળી જાય તે જોવા તથા સરકારી લેણા વસુલાત બાબત કામગીરીને ગંભીરતાથી લેવા તાકીદ કરી હતી. આ ઉપરાંત નાગરિક અધિકારપત્ર અન્વયે મળેલી અરજીઓના નિકાલ, આગામી ૨૪ માસમાં નિવૃત થતા કર્મચારીઓના પેન્શન કેસો તૈયાર કરવા, એ.જી.ઓડિટના બાકી પેરાઓ, નિકાલ માટેના બાકી કાગળો, વસુલાત, ખાતાકિય તપાસ બાબતે હાથ ધરવામાં આવેલ કામગીરીની વિગતે સમીક્ષા કરવામાં આવી હતી. સમગ્ર બેઠકનું સંચાલન અધિક નિવાસી કલેકટર બી.બી.વહોનિયાએ કર્યું હતું.
બેઠકમાં પ્રાયોજના વહીવટદાર વિજય પટેલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જે.જે નિનામા, નાયબ પોલીસ અધિક્ષક આર.એલ.માવાણી, વ્યારા પ્રાંત હિતેષ જોષી, નિઝર પ્રાંત મેહુલ દેસાઈ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી-પંચાયત શ્રીડોઢીયા, ઈ.ચા.નાયબ જિલ્લા વિકાસ અધિકારી-મહેસુલ શ્રીસતીષ ગામીત સહિત અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
૦૦૦૦૦