તાપી જિલ્લામાં મોટર સાયકલ માટે ગોલ્ડન અને સિલ્વર નંબરની પસંદગીની ફાળવણી માટે ઓનલાઈન ઈ-ઓક્સન શરૂ
પ્રતિકાત્મક તસ્વીર
Contact News Publisher

(માહિતી બ્યુરો દ્વારા; વ્યારા) : એ.આર.ટી.ઓ કચેરી વ્યારા, દ્વારા મોટરીંગ પબ્લીકની સગવડતા માટે ગોલ્ડન અને સિલ્વર નંબરની પસંદગીની ફાળવણી માટે ઓનલાઈન ઈ-ઓક્સન શરૂ કરવામાં આવેલ છે. અત્રેની કચેરીમાં ફોર વ્હિલર (LMV) માટે GJ-26-AB, તેમજ મોટર-સાયકલ માટેના નંબર માટેની સીરીઝ GJ-26-AA,AC,Q,R,S (RE-AUCTION) માટે શરુ કરવામાં આવનાર છે. ઈચ્છા ધરાવનાર વાહન માલીકો તેમના વાહનનો રજીસ્ટ્રેશન કરાવી ઓનલાઈન http://parivahan.gov.in//fancyપર ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી ઈ-ઓકશનમાં ભાગ લઈ શકશે
તા.17/01/2021સુધીમાં RE-AUCTION ઓનલાઈન માટે ફોર્મ રજીસ્ટ્રેશન કરાવવાના રહેશે. તા:18/01/2021 થી 19/01/2021 સુધી ઈ-ઓકશનનું બિડીંગ ઓપન થશે.તા:19/01/2021ના રોજ બપોર પછી ફોર્મ અત્રેની કચેરીએ જમા કરવાના રહેશે.ફેન્સી નંબર મેળવવા ઈચ્છુક અરજદારોએ ઉપર દર્શાવેલ તે વેબ સાઈટ ઉપર જઈને સી.એન.એ ફોર્મ વાહન ખરીદીના સાત(૭) દિવસમાં અચુક ઓનલાઈન ભરી દેવાનું રહેશે. વાહન સેલ લેટરમાં સેલ તારીખથી ૬૦ દિવસના અંદરના જ અરજદારોએ હરાજીમાં ભાગ લેવા અરજી કરી શકશે. સમય બહારની અરજીઓ રદ કરવામાં આવશે. તેમ એ.આર.ટી.ઓ.ની અખબારી યાદીમાં જણાવાયું છે.
……
