“શ્રી રામજન્મ ભુમિ તિર્થક્ષેત્ર સમર્પણ નિધી” મા ડાંગ જિલ્લાએ પણ યોગદાન નોંધાવ્યુ

Contact News Publisher

(અર્જુન જાધવ દ્વારા, વઘઈ) :  તા: ૧૫: “શ્રી રામજન્મ ભુમિ તિર્થક્ષેત્ર સમર્પણ નિધી” મા ગુજરાતના છેવાડે આવેલા ડાંગ જિલ્લાએ પણ, ફૂલ નહિ તો ફૂલની પાંખડી અર્પણ કરીને આ વનવાસી વિસ્તારના પ્રજાજનોની આસ્થા અને શ્રદ્ધાનો પરિચય આપ્યો છે.

આ માટે તા.૧૫મી જાન્યુઆરી, ૨૦૨૧ ના રોજ આહવાના ડાંગ સ્વરાજ આશ્રમ ખાતે આ નિધિના સ્વિકાર માટે એક કાર્યક્રમ યોજાયો હતો.જેમાં સાધુ સંતો વિશિષ્ટ અગ્રણીઓ આર.એસ.એસ.ના કાર્યકરો , ડાંગ ભાજપાના કાર્યકરો, પદાધિકારીઓ, ગણમાન્ય નગરજનો હોટેલ અસોશિએશન સાપુતારાનાં કાર્યકરો, ડાંગ જિલ્લા પેરાગ્લાઈડીંગના હોદ્દેદારો ઉપસ્થિતીમાં યોજાયેલા આ કાર્યક્રમ દરમિયાન અંદાજીત ₹ ૧૨ લાખથી વધુની ધનરાશી એકત્ર કરવામા આવી હતી.
ભગવાન શ્રી રામ જન્મ ભૂમિ ક્ષેત્ર ના વિકાસ માટે રાજકીય નેતાઓ સહિત ખ્રિસ્તી સમાજના આગેવાનોએ પણ પોતાનો ફાળો આપી સર્વ ધર્મ સમભાવ ની ભાવના સાથે કોમી એકતા ના દર્શન કરાવી દાતાઓએ પોતાના આરાધ્ય દેવ એવા શ્રીરામ માટે ઉદાર હાથે ફાળો આપીને આ તીર્થક્ષેત્ર નિર્માણમા પોતાનુ યોગદાન નોંધાવ્યુ હતુ.

આ કાર્યક્રમમા પ્રયોશા પ્રતિષ્ઠાન p p swami ji તરફથી પાંચ લાખ રૂપિયા આપીને અભિયાનના શુભારંભ કરવામાં આવ્યું તેમજ મુલજી મહારાજ, સાપુતારા હોટલ association ડાંગ જિલ્લા પેરાગ્લાઈડિંગ અને ડાંગ ભાજપાનાં ચૂંટણી ઇન્ચાર્જ અશોકભાઈ ધોરજીયા,પાર્ટી પ્રમુખ દશરથભાઈ પવાર ,ધારાસભ્ય વિજયભાઈ પટેલ,માજી ધારાસભ્ય મંગળ ગાવીત,સહિત કાર્યકરો, ગણમાન્ય નગરજનો દ્વારા નિધિ સમર્પણ કરવામાં આવી હતી.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other