આરોગ્ય કર્મચારીઓ પર અખતરા સામે વિરોધ દર્શાવી આવતીકાલે રસી લઈશું નહીં ના સંકલ્પને સાકાર કરવા આરોગ્ય મહાસંઘની અપીલ

નેટ ઉપરથી લવાયેલ તસ્વીર

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘના અચોક્કસ મુદ્દાતની હડતાળના ત્રીજા દિવસે ભવ્ય સફળતા બાદ મક્કમતાની 33 હજાર આરોગ્ય કર્મચારીઓની લડત આગળ ધસી રહી છે. ત્યારે આવતીકાલે તા. ૧૬-૧-૨૦૨૧ ના રોજ પ્રથમ તબક્કામાં આરોગ્ય કર્મચારીઓને આવરી લેવાનું સરકારશ્રીના આયોજન અંગે આરોગ્ય કર્મચારીઓના આંદોલનના આદેશ મુજબ કોઈ પણ આરોગ્ય કર્મચારી રસી લેશે નહીં અને આપશે પણ નહીં ને વળગી રહી આવતી કાલે સંપૂર્ણ અસહકાર નું વલણ દાખવવા ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘના પ્રમુખ કિરીટસિંહ ચાવડા, મહામંત્રી વજુભા જાડેજા, મુખ્ય કન્વીનર સુરેશ ગામીતે રાજ્ય ભરના આરોગ્ય કર્મચારીઓને રસી ન લેવા અપીલ કરી છે.
તાપી જીલ્લામાં અંદાજે બસો કરતા વઘારે આરોગ્ય કર્મચારીઓ રસી લાભાર્થી છે. તેવા આરોગ્ય કર્મચારીઓના વરસો જુના પડતર પ્રશ્નો અંગે બબ્બે વખત સમાધન બાદ લેખિત ખાતરી આપી એક પણ પ્રશ્નોના નિકાલ ના થતા આરોગ્ય કર્મચારીઓ સ્વયંભૂ આંદોલનમાં જોડાઈ સરકારના કાર્યક્રમોને વિરોધ કરી જડબેસલાક આંદોલનના કાર્યકર્મને ચુસ્તપણે પાલન કરવા અને સરકારશ્રીના કોઈ પણ ધાકધમકી ને વશ ન થઈ આરપારની લડત ને સફળ બનાવવા તાપી જિલ્લા આરોગ્ય કર્મચારી મંડળ વ્યારાના પ્રમુખ સુરેશ ગામીત, મંત્રી સંજીવ પટેલ ,મુખ્ય કન્વીનર રિબેકા માટે એ એક સયુંકત અખબારી યાદી માં આહવાન છે.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other