મઢી બાદ હવે સુરત જિલ્લાના બારડોલી ખાતેથી મળેલા મૃત કાગડાનો રીપોર્ટ બર્ડ ફલૂ પોઝીટીવ આવતાં, સુરત જિલ્લા કલેકટરે પ્રસિધ્ધ કરેલું ૬૦ દિવસનું જાહેરનામું, ભંગ કરનાર સામે પોલીસ કલમ ૧૮૮ મુજબ શિક્ષાત્મક કાર્યવાહી કરશે

Contact News Publisher

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : સુરત જિલ્લાના મઢી ખાતેથી રેલ્વે સ્ટેશન સ્ટાફ ક્વાર્ટસ ખાતેથી મળી આવેલા મૃત કાગડાનો રીપોર્ટ બર્ડ ફલૂ પોઝીટીવ આવ્યા, બાદ હવે બારડોલી ખાતે આવેલા મેમણ કબ્રસ્તાન ખાતેથી અને જમનાબાઈ હોસ્પિટલ ખાતેથી મળી આવેલા મૃત કાગડાના રીપોર્ટ પણ બર્ડ ફ્લૂ આવતાં સુરત જિલ્લાનાં જિલ્લા મેજીસ્ટ્રેટ અને જિલ્લા કલેકટર ડો. ધવલ પટેલે આ અંગે એક જાહેરનામું ૬૦ દિવસ માટે પ્રસિધ્ધ કર્યું છે. આ જાહેરનામનો ભંગ કરનાર સામે પોલીસ કલમ ૧૮૮ મુજબ શિક્ષાત્મક કાર્યવાહી કરશે. આ રોગ અન્યપક્ષીઓમાં ફેલાવવાની શક્યતા રહેલી છે. આ રોગ મુખ્યત્વે પક્ષીઓમાં જોવા મળે છે અને જલ્દીથી પ્રસરે છે. આ રોગ ભાગ્યેજ માણસોમાં ફેલાઈ છે. આમ છતાં બર્ડ ફલૂ સંક્રમિત પક્ષીઓનાં ચેપ તેનાં સીધા સંપર્કમાં આવનાર માણસને લાગવાની પુરી શક્યતાને ધ્યાને લઇ સાવચેતી અને સતર્કતા રાખવી આવશ્યક છે. જેથી આ રીતે આ ગંભીર ચેપી રોગને ફેલાતો અટકાવવા તકેદારીના ભાગ રૂપે જાહેરહીતમાં કેટલાંક નિયંત્રણ મુકવા જરૂરી હોય ફોજદારી કાર્યરીતી અધિનિયમ ૧૯૭૩ની કલમ ૧૪૪ થી સુરત જિલ્લાના બારડોલી અને બારડોલીની આસપાસનાં એક કિલોમીટરના ત્રિજયાવાળા ચેપ ગ્રસ્ત મહેસુલી વિસ્તારમાં તકેદારીના ભાગરૂપે મરઘાં પાલનને લગતી કોઈ પણ પ્રવૃત્તિ જેવી કે ઈંડા, મરઘાં, મરઘાંની અગાર તથા મરઘાં ફાર્મની સાધન સામગ્રી અંદર કે બહાર લઈ જવા પર પ્રતિબંધ રહેશે.સદર અસરગ્રસ્ત વિસ્તારમાં પોલત્રી સાથે કામ કરતાં માણસોએ રક્ષણાત્મક પહેર વેશ પહેરવાનો રહેશે. જેમાં ખેસ, માસ્ક, મોજા, ગમબુટ, ડિસપોઝેબલ ગ્લાસ નો સમાવેશ થાય છે. સદર અસરગ્રસ્ત વિસ્તારમાં અંદર કે બહાર જવાની અવર જવર અનિવાર્ય સનજોગોમાં જ કરવાની રહેશે. અન્યથા પ્રતિબંધિત ગણાશે.આ અસરગ્રસ્ત વિસ્તારમાં પાણીના સંપર્કમાં બહારથી આવતાં પક્ષીઓ ન આવે તે માટે યોગ્ય વ્યવસ્થા કરવાની રહેશે. આ અસર ગ્રસ્ત વિસ્તારમાં ચેપ ન લાગે તે માટેનાં તમામ રક્ષણાત્મક તકેદારીના પગલાં દરેકે લેવાના રહેશે. આ જાહેરનામાની ચુસ્તપણે અમલવારી થાય તે માટે સંબંધિત વિભાગો જેવા કે પોલીસ, પશુપાલન, વન વિભાગ, જિલ્લા પંચાયત, નગરપાલિકા, મહાનગર પાલિકા વગેરેઓએ નિયમ મુજબ કાર્યવાહી કરવાની રહેશે. જાહેરનામાનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર સામે ભારતીય દંડ સહિતાની કલમ-૧૮૮ ની જોગવાઈ હેઠળ શિક્ષાત્મક કાર્યવાહીને પાત્ર ઠરશે.આ જાહેર નામાનાં ભંગ બદલ ફરિયાદ માંડવા માટે પોલીસ હેડ ક્રોસ્ટેબલ કે તેનાંથી ઉપરની કક્ષાનાં પોલીસ અધિકારીને અધિકૃત કરવામાં આવ્યા છે.આ જાહેરનામું આજે તારીખ ૧૧મી જાન્યુઆરી થી ૬૦ દિવસ સુધી અમલમાં રહેશે.

 

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *