માંગરોળ તાલુકાનાં મોસાલી ગામની વીસ વર્ષની મયુરીબેન ગુમ, ભાળ મળે તો માંગરોળ પોલીસ મથકને જાણ કરવી
Contact News Publisher

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : માંગરોળ તાલુકાનાં મોસાલી ગામે લીમડીફળિયામાં રહેતી વીસ વર્ષીય મયુરીબેન રાકેશભાઈ વિઠ્ઠલભાઇ વસાવા, વત તારીખ ૩ જાન્યુઆરીનાં રોજ સવારે આ ૧૧ વાગ્યે, પોતાનાં ઘરેથી તેનાં પિતા રાકેશભાઈને કહયું કે હું કુદરતી હાજતે જાઉં છું. તેમ કહી ઘરેથી નીકળી હતી.જે આજદિન સુધી ઘરે પરત ન ફરતાં તથા પરિ વારજનોએ એની શોધખોળ કરતાં એનો કોઈ પતો ન લાગતાં આખરે મયુરીબેન ગુમ થઈ છે. એ અંગે માંગરોળ પોલીસ મથકે ફરિયાદ આપતાં માંગરોળ પોલીસે હાલમાં ગુમ જાણવા જોગ નોંધ કરી છે. મયુરીએ કાળા કલરનો કુરતો, લાલ કલરની લેગીશ પહેરેલી છે. અને ગુલાબી કલરની ઓઢણી નાંખેલી છે. ઉંચાઈ ૫.૪ ફૂટની છે. શરીરે મજબૂત ઘઉં વરણી મજબૂત બાંધાની છે. ગુજરાતી ભાષા જાણે છે. ઉપર જણાવેલ વર્ણન વાળી છોકરી મળી આવે તો માંગરોળ પોલીસના ફોન નંબર ૦૨૬૨૯૨૨૦૨૩૩ અથવા આ બનાવની તપાસ કરનાર અધિકારીનાં મોબાઈલ નંબર ૯૭૨૬૧૯૮૧૪૪ ઉપર જાણ કરવા જણાવાયું છે.
