માંગરોળ તાલુકાની એક માત્ર તરસાડી નગરપાલિકા વિસ્તારમાં ૧૩.૩૪ કરોડના વિકાસકામોનું ખાતમુહૂર્ત તથા રૂા.૧.૧૭ કરોડના કામોનું વનમંત્રીના હસ્તે લોકાર્પણ કરાયું

Contact News Publisher

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : આ વિસ્તારના ધારાસભ્ય અને રાજ્યનાં વન, આદિજાતિ વિભાગનાં મંત્રી ગણપતસિંહ વસાવાએ માંગ રોળ તાલુકાની એક માત્ર તરસાડી નગરપાલિકાના વિવિધ વોર્ડ વિસ્તારમાં ૧૩.૩૪ કરોડના વિવિધ વિકા સકામોનું ખાતમુહૂર્ત તથા ૧.૧૭ કરોડના વિકાસ કામોનું લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે મંત્રીએ જણાવ્યું હતું કે, કોરોના કાળમાં પણ વિકાસકામોની ગતિ અટકે નહી તે રીતે કરોડોના જનહિતલક્ષી વિકાસકાર્યો થઈ રહ્યા છે.
આ પ્રસંગે તરસાડી નગરપાલિકામાં ગટરલાઈન, વિવિધ સોસાયટીઓના કોમનપ્લોટમાં બ્લોક બેસાડવાના કામો, રોડ રી-સર્ફેશીંગના કામો, ગટર લાઈન, ફુટપાથ, બ્યુટીફીકેશન તેમજ વોર્ડ નં.૭માં રૂા.૫.૨૩ કરોડના ખર્ચે સ્પોર્ટસ સંકુલ બનાવવાની કામગીરીનું ખાતમુહૂર્ત તથા અન્ય મળી કુલ ૧૪.૫૧ કરોડના વિકાસકામોનો સમાવેશ થાય છે. આ પ્રસંગે દિલિપસિંહ રાઠોડ, રાકેશસિંહ સોલંકી તેમજ અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other