જીલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર તાપી દ્વારા જિલ્લાની બાળ વિજ્ઞાન પરિષદ પ્રોજેક્ટ માટે પસંદગી સ્પર્ધા યોજાઈ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ગુજકોસ્ટ સંચાલિત કલાનિકેતન જિલ્લા લોક વિજ્ઞાન કેંદ્ર વ્યારા તાપી ખાતે NCSC સ્પર્ધા વિદ્યાકુંજ વિદ્યાલય વિરપુર સ્કુલ ખાતે યોજાઈ. જેમા જુદી જુદી શાળાનાં કુલ 13 પ્રોજેક્ટો સિનિયર 9 થી 12 જુદા જુદા પાંચ વિષયો પર રજૂ થયા હતાં.
નેશનલ ચીલ્ડ્રન સાયન્સ કોંગ્રેસ સ્પર્ધામા વિજ્ઞાનનાં જુદા જુદા વિષયો જેવા કે ઈકોસિસ્ટમ-અસ્ટેનેવા જીવન જીવવા માટે, નિરંતર ટકાઉ જીવન નિર્વાહ માટે યોગ્ય ટેકનોલોજી, સસ્ટેનેબલ સામાજિક ક્રાંતિ, સસ્ટેનેબલ જીવન નિર્વાહ માટે આલેખન, વિકાસ, નમૂના તૈયાર કરવા સસ્ટેનેબલ જીવન નિર્વાહ માટે પરંપરાગત જાણકારી જેવી જુદી જુદી થીમ પર જુનિયર અને સિનિયરનાં 13 પ્રોજેક્ટો સાથે 15 બાળકો અને 6 શિક્ષકો તેમજ પ્રેક્ષકો મળી કુલ 30 લોકો ઉપસ્થિત રહ્યા હતા. દરેક વિજેતાની 5 ટીમોની પસંદગી કરી સૌને 500 રૂ. પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા.
13 પૈકી 5 ટીમો આગામી દિવસોમાં રાજ્યકક્ષાએ ગાંધીનગર મુકામે ભાગ લઈ તાપી જીલ્લાનું નામ રોશન કરશે.
વિજેતા ટીમો જેવી કે વાઈબ્રન્ટ સ્કુલ વ્યારા, એકલવ્ય મોડેલ સ્કુલ ખોડદા, વિદ્યાકુંજ વિદ્યાલય વિરપુર, કુલ 5 ટીમો જુદા જુદા વિષયો પર પસંદગી પામી છે. જેને જિલ્લાનાં લોક વિજ્ઞાન કેંદ્રનાં ડિરેક્ટરશ્રી કેતનભાઈ શાહ દ્વારા શુભ લાગણી અને સૌને અભિનંદન વ્યક્ત કર્યાનો સંદેશો પાઠવ્યો. કાર્યક્રમમાં અરુણાબેન રાણા મેનેજર તથા આસિસ્ટન્ટ પ્રકાશભાઈ ચૌધરી, વિજ્ઞાન પ્રચારક શીલાબેન ગામીત, રણજિતભાઈ ગામીતે ખૂબજ જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.