આહવા ખાતે આવેલ તળાવ સ્વસ્છતા માટે કામગીરી હાથ ધરવામાં આવતા સ્થાનિકોમાં ખુશીની લાગણી ફેલાઇ
(અર્જુન જાધવ દ્વારા, વઘઈ) : ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે આવેલ તળાવમાં જલકુંભીના ઉપદ્રવથી તળાવનું અસ્તિત્વ મટી જવાને આરે હોય ગ્રામ પંચાયત દ્વારા તળાવ સ્વસ્છતા માટે કામગીરી હાથ ધરવામાં આવતા સ્થાનિકોમાં ખુશીની લાગણી ફેલાઇ જવા પામી છે.
ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવાનું હાર્દસમુ તળાવમાં જલકુંભીના ઉપદ્રવથી તળાવની સુંદરતામાં ઓટ આવવા પામી હતી. આહવાના નગરજનો માટે એક માત્ર તળાવની સુંદરતામાં વધારો કરવા સ્થાનિક તંત્ર દ્વારા તળાવ ફરતે બ્યુટીફીકેશનનું કામ પણ કરવામાં આવ્યું હતું, પરંતું જલકુંભીના સામ્રાજ્યથી તળાવનું અસ્તિત્વ સામે સવાલ ઉભો થવા પામ્યો હતો. તેવા સંજોગોમાં આહવા ગ્રામ પંચાયતના યુવા સરપંચ હરિરામ સાવંત અને ભાજપ પ્રમુખ દશરથભાઈ પવારે આજ રોજ શ્રી ફળ વધેરી તળાવમાંથી જલકુંભી દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવતા સ્થાનિકોમાં ખુશી ફેલાઈ જવા પામી છે. આહવા ગ્રામ પંચાયત દ્વારા જલકુંભી દૂર કરવાની કામગીરીને નગરજનો એ બિરદાવી હતી.