વઘઇ તાલુકાના ઢાઢરા ગામે પત્નીના ચારિત્ર્ય પર શંકા કરી પતિએ કુહાડી વડે પત્નીની હત્યા કરી દેતા ચકચાર

પ્રતિકાત્મક તસ્વીર

Contact News Publisher

(અર્જુન જાધવ દ્વારા, વઘઇ)  : વઘઇ તાલુકાના ઢાઢરા ગામે પત્નીના ચારિત્ર્ય પર શંકા કરી પતિએ કુહાડી વડે પત્નીની હત્યા કરી દેતા ચકચાર મચી જવા પામી છે.

મળતી માહિતી મુજબ વઘઇ તાલુકાના ઢાઢરા ગામે રહેતા મંગુભાઇ કુહલ્યા સિગાડ તેની પત્ની સાથે મજુરી કામ કરી જીવન નિર્વાહ કરી રહયા હતા પણ બુધવારે ના સવારે મંગુભાઇ સિગાડે તેમની પત્ની સાથે કોઇ અન્ય વ્યકિત સાથે છેલ્લા એક મહિના થી આડા સંબધ હોવાની શંકા વહેમ રાખી પત્ની સાથે ઝપાઝપી કરી ઝઘડો કર્યો હતો. જે ઝધડો ઉગ્ર બનતા રોષે ભરાયેલા પતિ મંગુભાઇ એ ઘરમાં પડેલા કુહાડી વડે પત્ની સારજુબેન ઉમર વર્ષ ૫૫ પર હુમલો કરી માથા અને પીઠના ભાગે બે ત્રણ ધા જીકી દેતા પત્નીને ગંભીર ઇજાઓ પહોચતા ગંભીર રીતે ઘવાયેલ સારજુબેનનુ ઘટના સ્થળ પર જ મોત નીપજયુ હતુ. જયારે સારજુબેનની દિકરી અરૂણાબેનેએ આ ઘટનાની ફરિયાદ વઘઇ પોલીસ મથકે નોધાવી હતી. જે ફરીયાદના આધારે વઘઇ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોચી આરોપી પતિ મંગુભાઇ સિગાડની ધરપકડ કરી કલમ ૩૦૨ હેઠળ ગુનો નોધી વધુ તપાસ વઘઇ પી.એસ.આઈ. ડી. ડી. વસાવાએ હાથ ધરી હતી.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other