ડાંગ જિલ્લાના સાપુતારા ખાતે પાર્ક કરેલી બાઇક ને બે ઈસમો ડુપ્લીકેટ ચાવીથી ચાલુ કરી ભાગતા પકડીને પોલીસ હવાલે કર્યા
(અર્જુન જાધવ દ્વારા, વઘઈ) : ડાંગ જિલ્લાના સાપુતારા ખાતે પાર્ક કરેલી બાઇક ને બે ઈસમો ડુપ્લીકેટ ચાવીથી ચાલુ કરી લઈ જતાં ત્યારે બાઇક ચાલકની નજર પડતાં તેને રોકી પોલીસ હવાલે કર્યા હતા.
પોલીસ સૂત્રો પાસે થી મળતી માહિતી મુજબ સાપુતારા નાં તળેટી વિસ્તાર માં આવેલ માલેગામ ખાતે રહેતો ગોવિંદભાઇ સોનિયાભાઈ ચૌધરી સાપુતારા બોટિંગ રોડ પાસે નાના છોકરાઓ ની રિમોટ વાળી બાઇક અને કાર ચલાવવાનું વ્યવસાય કરે છે તેથી તેની પેશન બાઇક ન.જી.જે.૧૫ એ.એસ.૮૩૦૧ લઈ ને સવારે સાપુતારા ગયો હતો અંર તેની બાઇક તેને બોટિંગ નાં પાર્કિંગ માં પાર્ક કરી હતી તે દરમિયાન સાંજે વિનોદ સુમિરભાઈ ઉ.વ.૧૯ અને તૈસિફ રફીકભાઈ સૈયદ ઉ.વ.૩૩ રહે.વની તાલુકા ડીંડોલી જી.નાસિક ડુપ્લીકેટ ચાવી થી પાર્ક કરેલી પેશન બાઇક ત્યાંથી ચાલુ કરી ચોરી લઈ જઈ રહ્યા હતાં તે સમયે ગોવિંન્દ ભાઈ ની નજર આ ચોરટાઓ પર પડતાં તેને બુમો પાડી અટકાવ્યા હતાં અને સાપુતારા પોલીસને બોલાવી આ બન્ને ચોરટાઓને સોંપ્યા હતાં આ ચોરટાઓ વિરૂદ્ધ ગોવિંદભાઇ ચૌધરીએ ગુંનો નોંધાવતા આગળની વધુ તપાસ સાપુતારા પોલીસ હાથ ધરી હતી.