તાપી જિલ્લાના વ્યારા ખાતે મંત્રીશ્રી ઈશ્વરભાઈ પરમારે રન ફોર યુનિટીનો પ્રારંભ કરાવ્યો

Contact News Publisher

સામાજિક ન્યાય અધિકારીતા મંત્રીશ્રી ઈશ્વરભાઈ પરમારની ઉપસ્થિતીમાં રાષ્ટ્રીય એકતા દિવસ ઉજવણી નિમિત્તે વ્યારા ખાતે “ રન ફોર યુનિટી ” કાર્યક્રમ યોજાયો.

સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ દ્વારા સરદાર વંદના કરી રાષ્ટ્રિય એકતાના શપથ લેવાયા

વ્યારા; ગુરૂવાર: અખંડ ભારતનાશિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિવસ ઉજવણીના ભાગરૂપે જિલ્લા વહીવટી તંત્ર દ્વારાતાપી જિલ્લામાં એકતા દોડ“ રન ફોર યુનિટી ” નું આયોજન કરવામાં આવ્યું હતું. સામાજિક ન્યાય અધિકારીતા મંત્રીશ્રી ઈશ્વરભાઈ પરમારે વ્યારા સ્થિત ઝંડા ચોક ખાતેથી ફ્લેગ ઓફ આપી એકતા દોડને પ્રસ્થાન કરાવ્યું હતુ.
દેશની એકતા, અને અખંડિતતા માટે ૫૬૨ દેશી રજવાડાઓનું એકત્રીકરણ કરવાનું ભગીરથ કાર્ય સફળતાપૂર્વક પાર પાડનાર, ભારતના પનોતા પુત્ર અને સ્વતંત્ર ભારતની એકતાના શિલ્પી, શ્રી સરદાર વલ્લભભાઇ પટેલને ભાવાંજલિ રૂપે યોજાયેલી આ રન ફોર યુનિટીમાં મંત્રીશ્રીની સાથે પોલિસ-વનવિભાગના જવાનો ,શાળા-કોલેજના વિદ્યાર્થીઓ, સ્વૈછિક સંસ્થાઓ મળીને ૨૫૦૦ થી વધુ દોડવીરોએ ભાગ લઈ રાષ્ટ્રીય એકતાનો સંદેશ આપ્યો હતો.
આ પ્રસંગે મંત્રીશ્રીએ જણાવ્યું હતુ કે, ગુજરાતના પનોતા પુત્ર, અને દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી, આજે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે હાજર રહીને રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરી રહ્યા છે. એ સાથે સમગ્ર દેશમાં લોકો ખૂબ જ ઉત્સાહ સાથે આ કાર્યક્રમ ઉજવી રહ્યા છે.તેમ જણાવી અનેક્તામાં એકતાનો સંદેશ આપતા સરદાર સાહેબના આ યોગદાનને યાદ કરી સમગ્ર વિશ્વ અને આપણી નવી પેઢી પણ વર્ષો સુધી પ્રેરણા મેળવતી રહેશે તેવી આશા વ્યક્ત કરી હતી.
મંત્રીશ્રીએ દિવાળી અને નવા વર્ષના તહેવાર બાદ દેશ આખામાં ઉજવાઇ રહેલો સૌથી મોટો તહેવાર એટલે આજનો રાષ્ટ્રીય એકતા દિવસ એમ જણાવી સમાજના દરેક વર્ગના લોકો કોઈ પણ જાતના ભેદભાવ વગર પરસ્પર ભાઈચારાની ભાવના સાથે રાષ્ટ્રના વિકાસમાં સહભાગી બની રહે તેવી અભ્યર્થના સાથે ઉપસ્થિત સૌને દિવાળી-નવુ વર્ષ અને રાષ્ટ્રીય એકતા દિવસની શુભકામનાઓ પાઠવી હતી. વ્યારાના આ કાર્યક્રમ ઉપરાંત સોનગઢ ખાતે પણ યોજાયેલ રન ફોર યુનિટીમાં ૧૦૦૦ જેટલા દોડવીરોએ ભાગ લઈ રાષ્ટ્રીય એકતાનો સંદેશ આપ્યો હતો.
આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવો પોલિસ-વનવિભાગના જવાનો,શાળા-કોલેજના વિદ્યાર્થીઓ, સ્વૈછિક સંસ્થાઓ સહિત મોટી સંખ્યામાં ઉપસ્થિત આમ જનતાએ ઝંડા ચોક ખાતે રાષ્ટ્રિય એકતાના શપથ લીધા હતા. ઝંડા ચોકથી શરૂ થયેલ એકતા દોડ કાપડ બજાર થઈ શ્રીરામ તળાવ ખાતે મંત્રી સહિત મહાનુંભાવોએ પુષ્પાંજલિ દ્વારા સરદાર વંદના કરીને દોડનું સમાપન કરવામાં આવ્યું હતુ.
આ પ્રસંગે આદિજાતી એકતા સમિતીના અધ્યક્ષ અને મહુવાના ધારાસભ્યશ્રી મોહનભાઈ ડોઢિયા,જિલ્લા પોલિસવડા એન.એન.ચૌધરી,અધિક નિવાસી કલેક્ટર બી.બી.વહોનિયા,નાયબ વનસંરક્ષક આનંદકુમાર,નગર પાલિકા પ્રમુખ મેહનોશ જોખી, ડી.એસ.ઓ.નૈતિકા પટેલ, ઉચ્ચ પદાધિકારી-અધિકારીઓ સહિતમોટી સંખ્યામાં પોલિસ જવાનો,વિદ્યાર્થીઓ,નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.
૦૦૦૦૦૦૦

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *