વ્યારા ખાતે રાજ્ય ચૂંટણીપંચના કમિશ્નરશ્રી સંજયપ્રસાદ સિંઘના અધ્યક્ષસ્થાને મતદાર યાદી પ્રસિધ્ધિ અને ચૂંટણી પૂર્વ તૈયારી સંદર્ભે સમીક્ષા બેઠક યોજાઈ
Contact News Publisher

(માહિતી બ્યુરો દ્વારા, વ્યારા) : તાપી જિલ્લાના મુખ્ય મથક વ્યારા ખાતે જિલ્લા સેવા સદન સભાખંડમાં રાજ્ય ચૂંટણીપંચના કમિશ્નરશ્રી સંજયપ્રસાદ સિંઘના અધ્યક્ષ સ્થાને મતદાર યાદી પ્રસિધ્ધિ અને આગામી ચૂંટણીની પૂર્વ તૈયારીના ભાગરૂપે સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠક્માં રાજ્ય ચૂંટણી કમિશ્નરશ્રી સંજયપ્રસાદ સિંઘે જિલ્લા ચૂંટણી તંત્રના અધિકારીઓને આગામી સમયમાં યોજાનાર વિવિધ ચુંટણીઓ સંદર્ભે ઉપયોગી માર્ગદર્શન આપ્યું હતું. સાથે સાથે કોવિડ-૧૯ ની પરિસ્થિતિને ધ્યાને લઇ મતદાર યાદી સુધારણા સહિત ચૂંટણી તાલીમ અને અન્ય સંલગ્ન તમામ કામગીરી સુચારૂ રીતે કરવાનું જણાવી કેટલાક રચનાત્મક સુચનો કર્યા હતા. તેમણે તાપી જિલ્લા ચુંટણીતંત્રની કામગીરીથી સંતોષ વ્યક્ત કર્યો હતો.
બેઠકમાં જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી આર.જે.હાલાણીએ આગામી સમયમાં યોજાનાર ચુંટણીઓ સંદર્ભે તાપી જિલ્લા ચુંટણીતંત્ર દ્વારા કરવામાં આવેલ આયોજન અને કામગીરીની વિસ્તૃત જાણકારી આપી હતી. બેઠકમાં નિવાસી અધિક કલેકટરશ્રી બી.બી.વહોનિયા સહિત જિલ્લાના તમામ આર.ઓ./ એ.આર.ઓ. ઉપસ્થિત રહ્યા હતા.
…….
