તાપી : રાજય સરકાર દ્વારા લઘુત્તમ ટેકાના ભાવથી ડાંગર-મકાઈ-બાજરીની ખેડૂતો પાસેથી સીધી ખરીદી મુદત વધારો કરાયો
(માહિતી બ્યુરો દ્વારા, વ્યારા): તા.૧૭ઃ રાજ્ય સરકાર દ્વારા લઘુત્તમ ટેકાના ભાવે ખરીફ માર્કેટીંગ સીઝન ૨૦૨૦-૨૧ અંતર્ગત ડાંગર,મકાઈ અને બાજરીની ખરીદી આગામી તા.૧૬/૧૦/૨૦૨૦ થી તા.૩૧/૧૨/૨૦૨૦ દરમિયાન ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમના ડાંગર માટે ૯૨,મકાઈ માટે ૬૧ અને બાજરી માટે ૫૭ જેટલા ગોડાઉન કેન્દ્રો’/ એપીએમસી ખરીદ કેન્દ્ર ખાતે કરવામાં આવનાર છે. ભારત સરકાર દ્વારા લઘુત્તમ ટેકાના ભાવ (૧) ડાંગર (કોમન) રૂા.૧૮૬૮ પ્રતિ ક્વિન્ટલ,(૨) ડાંગર ગ્રેડ- એ માટે રૂા.૧૮૮૮ પ્રતિ ક્વિન્ટલ, (૩) મકાઈ માટે રૂા.૧૮૫૦ પ્રતિ ક્વિન્ટલ, (૪) બાજરી માટે રૂા.૨૧૫૦/- પ્રતિ ક્વિન્ટલ નિયત કરેલ છે.
લઘુત્તમ ટેકાના ભાવે વેચાણ કરવા ઈચ્છા ધરાવતા ખેડૂતોની ઓનલાઈન નોંધણી સબંધિત ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ, તાપી જિલ્લાના કુકરમુન્ડા, સોનગઢ, ઉચ્છલ, વાલોડ, વ્યારા તાલુકા ગોડાઉન ખાતે અગાઉ તા.૧/૧૦/૨૦૨૦ થી તા.૨૯/૧૦/૨૦૨૦ સુધી ચાલુ રાખવામાં આવેલ હતી. જેની મુદત તા.૧૦/૧૧/૨૦૨૦ સુધી વધારવામાં આવેલ હતી. ત્યારબાદ રજીસ્ટ્રેશનની મુદત તા.૩૦/૧૧/૨૦૨૦ સુધી વધારો કરવામાં આવેલ છે. તે મુજબ નોંધણી કરાવવા તમામ ખેડૂતોને જાણ કરવામાં આવે છે. નોંધણી માટે જરૂરી પુરાવા જેવાકે આધાર કાર્ડ ની નકલ/ આધાર નોંધણી નંબર અને તે અંગેનો પુરાવો,અદ્યત્તન ૭-૧૨, ૮-અ રેકોર્ડસની નકલ,ફોર્મ નં-૧૨ માં પાક વાવણી અંગે એન્ટ્રી ના થઇ હોય તો પાક વાવ્યા અંગેનો તલાટીના સહી-સિક્કા સાથેનો દાખલો,ખેડૂતના નામે આઈ.એફ.એસ.સી.કોડ સહિતની બેંક એકાઉન્ટની વિગતો માટે બેંક પાસબુકની નકલ અથવા કેન્સલ ચેકની નકલ સાથે લાવવાના રહેશે. ખેડૂતોને તેમનો જથ્થો સાફ-સુફ તથા ચારણો કરી તેમજ તેમાં ભેજનું પ્રમાણ નિયત મર્યાદામાં રહે તે માટે જરૂર જણાયે તડકામાં સુકવી ખરીદ કેન્દ્ર ખાતે લાવવાનો રહેશે. જેથી ખેડૂતોનો જથ્થો અસ્વિકૃત ન થાય. રજીસ્ટ્રેશન બાબતે કોઈ મુશ્કેલી જણાય તો હેલ્પલાઈન નંબર- ૮૫૧૧૧૭૧૭૧૮ તથા ૮૫૧૧૧૭૧૭૧૯ ઉપર સંપર્ક કરવા નાયબ જિલ્લા મેનેજર(ગ્રેડ-૨) સુરત-તાપીની અખબારી યાદીમાં જણાવાયું છે.
૦૦૦૦૦