તાપી : જવાહર નવોદય વિદ્યાલય, બોરખડી ધોરણ ૬માં પ્રવેશ અંગે
(માહિતી બ્યુરો દ્વારા, વ્યારા) : તા.૧૭ઃ ભારત સરકારના માનવ સંસાધન વિકાસ મંત્રાલય દ્વારા સંચાલિત,જવાહર નવોદય વિદ્યાલય,બોરખડી, જિ.તાપી માં ધો.૬ (છ) માં શૈક્ષણિક વર્ષ ૨૦૨૧-૨૨ માં પ્રવેશ માટે ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું કાર્ય તા.૨૨/૧૧/૨૦૨૦તા.૨૨/૧૧/૨૦૨૦ થી શરૂ થઈ રહયુ છે. જેના માટેની વેબ સાઈટ www.navodaya.gov.in પરથી www.navodaya.gov.in /nvs/en/Admission-JNVST/JNVST-class/.પર જવુ અથવા જવાહર નવોદય વિદ્યાલય, બોરખડી, જિ.તાપીની વેબ સાઈટ www.navodaya.gov.in/nvs/nvs-school/Tapi/en/home પરથી પણ ભરી શકાશે. જેની ઓનલાઈન અરજીપત્ર કરવાની છેલ્લી તા.૧૫/૧૨/૨૦૨૦ છે.ધોરણ-૬ ની પ્રવેશ પરીક્ષા નું આવેદન પત્ર ભરવા માટે વિદ્યાર્થી શૈક્ષણિક વર્ષ૨૦૨૦-૨૧ માં ધોરણ-૫માં તાપી જિલ્લાની કોઈપણ સરકારી અથવા સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત શાળામાં અભ્યાસ કરતો હોવો જોઈએ. પ્રવેશ પરીક્ષા તા.૧૦/૦૪/૨૦૨૧ ના શનિવારે સવારે ૧૧-૩૦ કલાકે લેવામાં આવશે.પરીક્ષાને લગતી અન્ય કોઈ પણ માહિતી માટે શાળાના ફોન નં.૦૨૬૨૫ ૨૩૩૨૮૦ પર સંપર્ક કરવા પ્રાચાર્ય જ.ન.વ.બોરખડી જિ.તાપીની અખબાર યાદીમાં જણાવાયું છે.