મઢી રેલ્વે સ્ટેશનેથી બેભાન અવસ્થામાં મળી આવેલ અજાણ્યા હિંદુ પુરુષનું સિવીલ હોસ્પીટલમાં સારવાર દરમ્યાન મોત
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા): મઢી રેલ્વે સ્ટેશનેથી બેભાન અવસ્થામાં મળી આવેલ અજાણ્યા હિંદુ પુરુષનું સિવીલ હોસ્પીટલમાં સારવાર દરમ્યાન મૃત્યુ પામેલ છે જેના વાલી વારસો મળી આવ્યા નથી. જે અંગે કોઇને ભાળ મળે તો રેલ્વે પોલીસનો સંપર્ક કરવા જણાવાયું છે.
વ્યારા રેલ્વે પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી માહિતી મુજબ, એક અજાણ્યો હિન્દુ માણસ ઉ.વ. ૪૫ ના આશરાનો મઢી રેલ્વે સ્ટેશનેથી બેભાન હાલતમાં તા. ૧૫/૧૧ /ર૦ર૦ ના રોજ સવારે ૦૮/૩૦ વાગ્યે રેલ્વે પોલીસને મળી આવેલ હતો. જેને ૧૦૮ એમ્બુલન્સમાં સારવાર માટે મોકલતા ન્યુ સિવિલ હોસ્પીટલ કોવિડ -૧૯ ICU વોર્ડમાં ૧૦/૪૦ વાગ્યે લઈ જઈ ૧૨/૩૦ વાગ્યે દાખલ કરેલ જેનું તા. ૧૫ /૧૧ /૨૦૨૦ ના રોજ બપોરે ૧૫/૪૫ વાગ્યે સારવાર દરમ્યાન બેભાન અવસ્થામાં મરણ ગયેલ છે. આ અંગે સુરત રેલ્વે પોલીસ સ્ટેશને અકસ્માત મોત 163/2020 ની નોંધ થઈ છે.
અજાણ્યો હિન્દુ માણસ ઉ.વ. ૪૫ ના આશરાનો, મધ્યમ બાંધાનો, જેણે અંગમાં લાલ ભુરો ક્રિમ કલરનું સ્વેટર તથા કાળા કલરનું પેન્ટ પહેરેલ છે. જેના કોઇ વાલીવારસો મળી આવેલ નથી. ઉપરોકત તસ્વીર અજાણ્યા મૃતકની છે જે અંગે કોઇને તેના વાલી વારસો અંગે કોઇ માહિતિ કે જાણકારી હોય તો રેલ્વે પોલીસનો સંપર્ક કરશો.