તાપી જીલ્લાનાં તાલુકા મથકોએ છાત્રાલયોની સુવિધા ઉભી કરવાની માંગ કરતું આવેદન પત્ર NSUI દ્વારા અપાયું
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : વિદ્યાર્થી સંગઠન NSUI દ્વારા તાપી જીલ્લાનાં RACને આવેદન પત્ર આપી તાલુકા મથકોએ છાત્રાલય બનાવવાં માંગ કરી છે.
NSUI દ્વારા તાપી જીલ્લાનાં RACને આપવામાં આવેલ આવેદન પત્રમાં નીચે મુજબ ઉલ્લેખ કરાવવામાં આવ્યો છે. “તાપી જિલ્લામાં પછાત, અલ્પ સંખ્યક, ગરીબ વિધાર્થીઓની સંખ્યા વધુ છે. જેથી આદિજાતી વિકાસ વિભાગ સંચાલીત સરકારી આધુનીક કુમાર અને કુમારી છાત્રાલયની ખુબજ જરૂર છે . તાપી જિલ્લામાં વ્યારા, સોનગઢ, ઉચ્છલ, નિઝર વગેરે તાલુકાઓમાં ઉચ્ચતર / માધ્યમિક શાળા, કોલેજો, આઇ.ટી.આઇ. કે અન્ય શૈક્ષણીક સંસ્થામાં ભણતા વિધાર્થીઓ માટે સરકારી આધુનીક વિનામુલ્યની રહેવા જમવાની સગવડ ધરાવતી બિલ્ડિંગ બનાવવામાં આવે તો આદિવાસી વિસ્તારની કાયાપલટ થઇ શકે તેમ છે. નિચે આપેલ મુદ્દાઓને ધ્યાને લઇ આપ સાહેબને નમ્રઅરજ છે કે દરેક તાલુકામાંથી વિષય અને મુદ્દાઓ સંદર્ભે અહેવાલ મંગાવી જરૂરી કાર્યવાહી કરી આદિવાસી વિધાર્થીઓને પણ વિકાસની રાહમાં આગળ લાવવા આપ થકી ઘટતી કાર્યવાહી કરવામાં આવે. મુદ્દો : (1) ઉચ્છલ તાલુકા ખાતે આવેલી સરકારી છાત્રાલય હાલ ભાડાના મકાનમાં કાર્યરત હોય, તેનું નવું મકાન બનાવી કાર્યરત કરવામાં આવે. (2) ઉચ્છલ તાલુકા ખાતે નવું આધુનીક કુમાર છાત્રાલય બનાવી કાર્યરત કરવામાં આવે. (3) નિઝર તાલુકા ખાતે ઉચ્ચતર માધ્યમીક શાળા અને કોલેજ છાત્રાલયનું નવું આધુનીક મકાન બનાવી કાર્યરત કરવામાં આવે. (4) સોનગઢ તાલુકા ખાતે ઉચ્ચતર શાળા અને કોલેજ લેવલનું આધુનીક છાત્રાલય બનાવવામાં આવે. (5) વ્યારા તાલુકા ખાતે કોલેજ લેવલનું આધુનીક કુમાર અને કન્યા છાત્રાલય બનાવી કાર્યરત કરવામાં આવે. (6) વાલોડ તાલુકા ખાતે ઉચ્ચતર માધ્યમીક અને કોલેજ લેવલનું નવું આધુનીક મકાન બનાવી કાર્યરત કરવામાં આવે.”