ડાંગ વિધાનસભાની પેટા ચૂંટણીમાં કોગ્રેસના ઉમેદવારને વિજયી બનાવવા માટે સ્ટાર પ્રચારક હાર્દિક પટેલે સુબીરની જાહેર સભાને ગજવી
(અર્જુન જાધવ દ્વારા, વઘઈ) :
ડાંગ ૧૭૩ વિધાનસભાની પેટા ચૂંટણીને લઇ ભાજપ અને કોગ્રેસ પોતાના ઉમેદવારને વિજયી બનાવવા માટે શ્રેણી બધ સભાઓ યોજી મતદારોને રિઝવાના પ્રયાસ કરી રહી છે જેમાં સુબીર ખાતે કોગ્રેસના સ્ટાર પ્રચારક અને કોગ્રેસ લના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલની અધ્યક્ષતામાં જાહેર સભા યોજાઇ હતી. જેમાં મોટી સંખ્યામાં ઉમટેલી જનમેદની ને સંબોધતા હાર્દિક પટેલે આક્રમણ શૈલી માં ભાજપ પર તિખા પ્રહાર કરતા જણાવ્યું હતુ કે, આદિવાસીના અધિકાર માટે કોગ્રેસ હમેશાં ઝઝુંબી રહ્યુ છે. પણ વર્તમાન ની ભાજપ સરકાર આદિવાસી સમાજ નો વિકાસ કરવાની જગ્યા એ વિનાશ કરી ને આદિવાસીઓના હક છીનવાની કોશિષ કરી રહ્યુ છે પણ આદિવાસી સમાજ હમેશા સ્વભિમાન થી જીવી રહ્યો છે જળ જંગલ અને જમીનના મુદ્દે સરકાર આદિવાસીઓ વિરોધી હોવાનું જણાવી કોંગ્રેસના ઉમેદવાર સૂર્યકાન્ત ગાવીતને જીતાડવા માટે હાજર નેતાઓએ લોકો પાસે મત માંગ્યા હતા. હાર્દિક પટેલે કહ્યું હતું કે કોંગ્રેસ પાર્ટી વર્ષોથી આદિવાસી સમાજના પ્રશ્નો માટે લડી રહી છે. વિજય રૂપાણી તેમની સરકાર હોવા છતાં જળ જંગલ અને જમીનના અધિકારો ને સુનિશ્ચિત કરવાનું કામ એમણે નથી કર્યું આવનારા સમયમાં કોંગ્રેસ પાર્ટી આદિવાસી સમાજના જેટલા પણ અધિકારો બાકી છે તેનું જતન કરવાનું કામ કરશે. ગુજરાતની અંદર ચૂંટણી આવશે અને જશે પણ જનતા ના અધિકારોનું જતન જરૂરી છે જયાં સુધી હું માનું છું જે પણ સત્તા હોય તેમનું સત્તામાં રહેવું યોગ્ય નથી.લોકડાઉન જેવી વિકટ પરિસ્થિતિ દરમિયાન ભાજપ સરકારે ૨૦ હજાર કરોડ નુ પેકેજ જાહેર કર્યુ છે પણ એનો લાભ આદિવાસી પરિવારજનો ને મળ્યો નથી ભાજપ સરકાર માત્ર આદિવાસી સમાજ નુ શોષણ અને છેતરપીંડી કરવાનુ કામ કર્યુ છે આવા ભાજપ ના કાળા ચોર ને ઓળખી જવાની જરૂર છે આ સભા માં ઇનટુક ના ઉપપ્રમુખ અશોક પંજાબી એ ભાજપ સરકાર પર ચાબખા મારતા જણાવ્યું હતુ કે ભાજપ સરકાર આદિવાસી ને બલી નો બકરો સમજી રહી છે આદિવાસી સમાજ નો ભાજપ માત્ર મત માટે ઉપયોગ કરી રહી છે પણ ભાજપ ના અસલી ચહેરા ને ઓળખવુ પડશે હાલ ડાંગ માં પેટા ચૂંટણી યોજાવા જઈ રહી છે જેમાં ભાજપ ના રાવણો સાધુ નો વેશ ધારણ કરી તમારી પાસે મત માંગ આવશે પણ ભાજપ ના રાવણો ને ઓળખી ને ચુંટણી માં તમારા મત ની તાકાત બતાવી કોગ્રેસ ના ઉમેદવાર ને જીતાડવા ના છે આદિવાસી સમાજ ને લંગોટી પર થી પેન્ટ પર લાવાનુ કામ કોગ્રેસે કર્યુ છે જયારે ગુજરાત સરકાર સ્ટેચ્યુ ઓફ યુનિટી ના વિકાસ માટે કેવડીયા માં ૩૩ ગામ ના ગરીબ આદિવાસી લોકો ની જમીન છીનવી ને આદિવાસી સમાજ ની હાકાલ પટ્ટી કરી રહ્યા છે જયારે ભાજપ સરકારે કચ્છ માં ઉદ્યોગોપતી ને એક લાખ એકર જમીન પચાસ પૈસામાં આપી દીધી છે આવી સસ્તા ભાવે સરકારી જમીન ઉધોગપતીઓને ધરી દેતા આવા ભુમાફીયાઓ ને ખુલ્લા પાડી જેલ ના સળીયા પાછળ ધકેલવા પળશે જેની માટે આદિવાસી સમાજે એક બનવુ પડશે અને મત રૂપી હથિયાર થી ભાજપ ને જાકારો આપવો પડશે આ સભામાં વિશ્ર્વરંજન મોહંતી એ ભાજપ પર આકરા પ્રહારો કરતા જણાવ્યું કે ભાજપ સરકાર આદિવાસી ને અત્યાચાર કરવા માટે નુ બીડું કેવડીયા થી ઝડપી લીધુ છે અને હવે ડાંગ માં રીર્વર લીંકીગ પ્રોજેકટ હેઠળ પાંચ મહાકાય ડેમો બાંધવાનુ આયોજન કરી ચુકયુ છે જેને કારણે ડાંગના ૩૨ ગામો અસર થતા અસંખ્ય આદિવાસી સમાજ ને વિસ્થાપિત કરવાનુ આયોજન ભાજપ સરકાર કરી રહી છે જેને અટકાવવા માટે આદિવાસી સમાજે આંદોલન ઉપાડવુ જરૂરી બન્યુ છે આ પ્રસંગે કોગ્રેસ પ્રમુખ મોતીલાલ ચૌધરી એ જણાવ્યું હતુ કે આ લડાઇ આદિવાસી હક ની લડાઇ છે આ લડાઇ માં આપણે સૌ કોગ્રેસી કાર્યકરો એ એક થઇ જીત મેળવવા માટે આજ થી બુથ લેવલ થી પ્રચાર માટે ઝઝુંબીને કોગ્રેસ ના ઉમેદવાર ને જીત અપાવવા માટે આહવાન કર્યુ હતુ અને આ બેઠક માં તમામ કોંગ્રેસી કાર્યકર્તા અને હોદેદારે કોગ્રેસ ના ઉમેદવાર સુર્યકાંતભાઇ ગાવિત ને જીત અપાવવા માટે સંકલ્પ લીધો હતો અને બહુમતી થી જીત મળે તે માટેની શુભકામના પાઠવી હતી આ બેઠક માં ધારાસભ્ય આનંદ ચૌધરી, અનંત પટેલ, સુનીલ ગામિત, પુનાજી ગામિત, કાંતિ ખરાડી ડાંગ પ્રભારી અજય ગામિત, મહિલા પ્રમુખ રેહાના ગામિત, ડાંગ યુથ કોગ્રેસના વિનોદ ભોયે, તુષાર કામડી, પ્રફુલ નાયક, ગૌતમ પટેલ, બાબુ બાગુલ, સામરાવ ચૌધરી તેમજ સરપંચો સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસી કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.