તાપી જિલ્લામાં મતદારયાદી બાબતે દાવા અરજી રજુ કરવા અંગે
(માહિતી બ્યુરો દ્વારા, વ્યારા) : તાપી જિલ્લાની જાહેર જનતાને જણાવવામાં આવે છે કે, સને ૨૦૧૧ની વસ્તી ગણતરીના આધારે જિલ્લા પંચાયત તથા સાત તાલુકા પંચાયતો માટે તા.૦૧/૧૦/૨૦૨૦ની લાયકાતની તારીખની સ્થિતીએ ફોટાવાળી મતદારયાદી પુરવણી સહિત પ્રસિધ્ધ કરવા રાજ્ય ચુંટણી આયોગ,ગાંધીનગર દ્વારા તા.૨૧/૦૯/૨૦૨૦ના આદેશથી કાર્યક્રમ આપેલ છે. જે મુજબ મતદારયાદીની પ્રાથમિક પ્રસિધ્ધી તા.૦૯/૧૦/૨૦૨૦ના રોજ કરવામાં આવી છે. ઉકત કાર્યક્રમ મુજબ મતદારયાદીની આખરી પ્રસિધ્ધી તા.૨૩/૧૦/૨૦૨૦ નિયત કરવામાં આવી હતી.
પરંતુ રાજ્ય ચુંટણી આયોગ દ્વારા છ મહાનગર પાલિકાઓ, ૫૫ નગર પાલિકાઓ, ૩૧ જિલ્લા પંચાયતો અને ૨૩૧ તાલુકા પંચાયતોની ચુંટણીઓ આગામી ત્રણ માસ માટે મુલત્વી રાખવામાં આવેલ છે. જેથી રાજ્ય ચુંટણી આયોગ દ્વારા તા.૨૧/૦૯/૨૦૨૦ થી આપવામાં આવેલ મતદારયાદી કાર્યક્રમ મુજબ દાવા અરજીઓ રજુ કરવાની છેલ્લી તારીખ, દાવા અરજીઓ અન્વયે આખરી નિર્ણય કરવા માટેની તારીખ અને મતદારયાદીની આખરી પ્રસિધ્ધીની તારીખ નવેસરથી જાહેર કરવામાં આવશે. તેમ જિલ્લા ચુંટણી અધિકારીની અખબારી યાદીમાં જણાવાયું છે.
……..