પી.એમ. મોદી સાહેબ આવવાના હોય તે દિવસે કાળી પટ્ટી પહેરી ફરજ બજાવશે MGVCL અને DGVCLના કર્મચારીઓ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા): DGVCL કંપનીમાં અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ દ્વારા કર્મચારીઓના પડતર સામુહિક હિતના પ્રશ્નો બાબતે ડિજીવીસીએલ કંપનીના મેનેજમેન્ટ સામે સુરત કાપોદ્રા સ્થિત વડી કચેરી “ઉર્જા સદન ” ખાતે તા. 22.10.2020ના રોજ એક દિવસના સવારે 10 થી સાંજે 5 કલાક સુધી પ્રતીક ઉપવાસ કરી આંદોલન શરૂ કરેલ હતું.
જેમાં યુનિયનની મુખ્ય માંગણી કર્મચારીઓના પ્રશ્નોનું નિરાકરણ ન આવવાથી કે મેનેજમેન્ટ અને સંસ્થાના ઉચ્ચ અધિકારીઓ દ્વારા અમારી રજૂઆતો ન સાંભળવી કે રજૂઆત ની તક ન આપવી, રૂબરૂ મુલાકાત ન આપવી કે દોઢ દોઢ વર્ષ અગાઉ તત્કાલીન ઉર્જા અગ્રસચિવ સાથે ગાંધીનગર ખાતે 20.05.2019 ના રોજ થઈ ગયેલ મિટિંગમાં લેવાયેલ નિર્ણયો સાથે પાલન કરવા , મિટિંગની લેખિત મિનિટ્સ તા 31.05.2019 ના રોજ ડીજવીસીએલ ને આપેલ હોવા છતાં ડિજીએમ (આઈ.આર) હીનાબેન ચૌધરી કે જે અમારા વિરોધી ઈંટુક યુનિયન ના સક્રીય સભ્ય છે. તેઓ અને મેનેજમેન્ટ ના ઉચ્ચ અધિકારીઓ મળી અનફેર લેબર પ્રેક્ટિસ કરી મિનિટ્સનું પાલન આજદિન સુધી કરતા નથી તેની સામે યુનિયન દ્વારા ફરિયાદ કરાયેલ હતી. જે અનુસંધાને સુરત લેબર કમિશ્નર ઓફિસના સરકારી શ્રમ અધિકારી દ્વારા ડિજીવીસીએલ ના એમ.ડી. ને સમાધાન માટે મધ્યસ્થી કરવા તા. 23.10.2020 ના રોજ પત્ર લખી તા. 26.10.2020 ના રોજ લેબર કમિશ્નરશ્રી ની કચેરીએ તેમના પ્રતિનિધિ અને યુનિયન તરફે યુનિયન ના પ્રતિનિધિ ને હાજર રહેવા જણાવેલ હતુ. પરંતુ ડિજીવીસીએલ મેનેજમેન્ટ ના એચ.આર. વિભાગના અધિકારીઓ પોતાની ઓફિસમાં રહી કામ કર્યા કરેલ અને લેબર કમિશ્નર ની નોટિસ ને પણ ગણકારેલ ન હતી. અને ડિજીવીસીએલ મેનેજમેન્ટ તરફે કોઈ અધિકારી હાજર રહ્યા ન હતા. અને લેબર કમિશ્નર સુરત તરફથી સમાધાન કરાવવાનો પ્રયાસ ડિજીવીસીએલ મેનેજમેન્ટના જડ વલણ ના કારણે નિરર્થક સાબિત થયો હતો.
જ્યારે યુનિયન તરફે આંદોલન જાહેર કર્યા મુજબ આગળ વધારવા જણાવ્યું છે. અને તા. 31.10.2020 ના રોજ ડિજીવીસીએલના કર્મચારીઓ પી.એમ. મોદી સાહેબ આવવાના હોય તે દિવસે પણ કાળી પટ્ટી પહેરી ફરજ બજાવશે. અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ આખા ગુજરાતની બધી કંપનીમાં માન્યતા ધરાવતું હોય આવા જડ મેનેજમેન્ટ સામે MGVCL ના અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘના સભ્યો પણ ડીજવીસીએલ ના યુનિયન ના સભ્યોના સમર્થનમાં જોડાશે અને MGVCL ના કર્મચારીઓ પણ કાળીપટ્ટી પહેરીને ફરજ બજાવશે અને સમર્થન કરશે તેમ જાહેર કરેલ છે.