તાપી:  RTI હેઠળ મનરેગાની માગેલી માહિતીમાં ભ્રષ્ટાચારની ગંધ !!

માહિતિ અધિકાર હેઠળ આપવામાં આવેલ કુવાની તસ્વીર.

Contact News Publisher

સોનગઢ તાલુકામા મનરેગા યોજનામાં ભષ્ટાચાર યથાવત ?!!

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા)  :  સોનગઢ તાલુકામાં મનરેગા યોજનામાં દિવસે દિવસે ભષ્ટાચાર સામે આવી રહ્યા છે.

સોનગઢના કાલધર ગામે માત્ર માનરેગના કામો કાગળ પુરતા જ સીમિત દેખાય છે. સોનગઢ તાલુકાના શ્રાવણીયા જૂથ ગ્રામ પંચાયત પૈકી કાલધર ગામે મનરેગા યોજના અંતર્ગત વર્ષ 2019-20 માં ઓનલાઈન કામો તો થયેલા દેખાય છે, પરંતુ વાસ્તવિકતામાં જોતા કામો જેમ કે, મગનભાઈ જેઠીયાભાઈ ગામીતના ખેતરમાં કૂવો બનાવવાનું કામ જે કામ હકીકતમાં થયેલ જ નથી, છતાં જે કામ નું મસ્ટર ઇસ્યુ કરી જોબકાર્ડ ધારકોના બેન્ક ખાતામાં પૈસા ય જમા કર્યા છે. જેમાં કાલધર ગામે એક જોબકાર્ડ ધારક દીઠ 16 દિવસ કામ કર્યાની હાજરી ઓનલાઈન કરેલ છે. તો કુલ 10 જોબકાર્ડ ધારકો દ્વારા કુવા ખોદવાનું કામ કરેલ જોવા મળે છે, આમ 10 જોબકાર્ડ ધારકો દ્વારા કુલ 160 દિવસ કામ કર્યાની હાજરી જોવા મળે છે. કુલ 160 દિવસ કામ કર્યાની રકમ 25,250 રૂપિયા થાય છે. તો 25,250 રૂપિયા મજૂરોને મળ્યા, પરંતુ શુ આ જોબકાર્ડ ધારકો એ હકીકત કામ કર્યું છે ..? અને કર્યું છે તો ક્યાં કર્યું …? તો શું આ રૂપિયા માત્ર મજૂરોએ લીધા …? કે પછી કામ કરાવનાર વ્યક્તિએ લીધા એ પ્રશ્નો થઈ રહ્યા….? કાલધર ગામે આ વર્ષે જે મનરેગાના કામો થયા છે જેમાં તાલુકા પંચાયતમાંથી મનરેગા શાખા અધિકારી, તલાટી કે સરપંચ દ્વારા કોઈ દિવસ મનરેગાનું કામ સ્થળ તપાસ માટે આવ્યા નથી. RTI હેઠળ મળતી માહિતી મુજબ કુવાની કામગીરી 160 દિવસ થઈ છે અને હજી 825 દિવસ કુવાની કામગીરી બાકી છે. તો જે માહિતી  RTI જાહેર માહિતી અધિકારી દ્વારા મળી છે જેમાં  કુવાની કામગીરીનો ફોટા આપવામાં આવ્યો છે. જે ફોટો મગનભાઈ જેઠીયાભાઈ ગામીતના ખેતર નો કુવો નથી. અને કુવો ખોદવામાં જ આવ્યો નથી ! જે ફોટા આપવામાં આવ્યો છે એ કોઈ બીજાના ખેતરમાંથી કુવાનો ફોટો પાડીને આપવામાં આવ્યો છે.

સૂત્રોના જણાવ્યા મુજબ લોકડાઉન પહેલા માત્ર એક અઠવાડિયા સુધી કુવાની કામગીરીમાં સાફ સફાઈ કરી હતી. પછી આગળનું કોઈ કામ લોકડાઉન આવવાના કારણે થયું નથી. તો અહીં RTI માં જે કુુવાનો રિપોર્ટ આપવામાં આવ્યો છે જેમાં કુવાનું પાણી ઉપર સુધી આવી ગયું છે. અને કુવો પાકો બનેલો દેખાય છે. જો 10 મજૂરો દ્વારા 160 દિવસમાં કૂવો પાકો બની જોતો હોય અને કૂવામાં પાણી નીકળી આવ્યુ હોય તો 825 દિવસ હજી કુવાની કામગીરી ના બાકી બતાવે છે તો એ દિવસોમાં ક્યાં કુવો ખોદાશે ?

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *