દક્ષિણ ગુજરાતમાં લેપ્ટોસપાયરોસીસના ૫ કેસ, એકનું મોત
Contact News Publisher
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : કોરોનાનો હાહાકાર હજુ દૂર થયો નથી ત્યાં દક્ષિણ ગુજરાતમાં લેપ્ટોસ્પાયરોસીસના ૫ કેસ મળી આવતા અને એકનું મોત વહીવટીતંત્રમાં દોડધામ મચી જવા પામી છે. સુરત જિલ્લામાં બે, તાપી અને વલસાડમાં એક એક, જ્યારે આગલધરાના ૫૦ વર્ષીય પુરૂષનું મોત થવા પામ્યું છે. આ રોગ જીવલેણ છે.ભૂતકાળમાં આ રોગે રાજ્યના આરોગ્ય વિભાગની ઉંઘ હરામ કરી દીધી હતી. આ રોગ ચોમાસાની મોસમમાં નજરે પડે છે. ત્યારે ચાલુવર્ષે ચોમાસાની વિદાયના સમયે નજરે પડતાં ખળભળાટ મચી જવા પામ્યો છે.