રાજ્યના એકમાત્ર કોવિડ સ્મશાનના સંચાલકે અંતિમક્રિયાની કામગીરી છોડી

Contact News Publisher
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : રાજ્યના એકમાત્ર ભરૂચ ખાતે આવેલા કોવિડ સ્મશાનના સંચાલકે પોતાની ૮ માંગણીઓ ન સ્વીકારવામાં આવે તો અંતિમક્રિયાની કામગીરી છોડી દેવાની જાહેરાત કરતા વહીવટીતંત્રમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. પ્રજાજનોની માફી માંગી સંચાલક ધર્મેશ સોલંકીએ અંતિમક્રિયાની કામગીરીથી દૂર રહેવા જાહેરાત કરી છે. મૃતકોના સ્વજનો નજીક જવા પણ તૈયાર નથી. તેવાસંજોગોમાં ૨૧૭ મૃતદેહોની અંતિમક્રિયા કરવામાં આવી છે. ધર્મેશ સોલંકીએ જણાવ્યું છે કે અમારી સરકાર અને તંત્રને કોઈ પરવાહ નથી.