અંકલેશ્વરના કેશવ પાર્કના સ્થાનિકોએ સોસાયટીમાં મોબાઇલ ટાવર ઉભા કરવા માટે વિરોધ કર્યો

Contact News Publisher
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : અંકલેશ્વરના કેશવ પાર્કના સ્થાનિકોએ સોસાયટીમાં મોબાઇલ ટાવર ઉભા કરવા અંગે વિરોધ કર્યો છે.
નગરપાલિકાના વિપક્ષના ઉપનેતા અને ભરૂચ જિલ્લા કોંગ્રેસના યુવા મહામંત્રીને સાથે રાખી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. જમીન માલિક દ્વારા મોબાઈલ ટાવર ઊભા કરવા માટે જમીન ભાડે અપાતા સ્થાનિકોએ વિરોધ કર્યો. મોબાઇલ ટાવર શરૂ કરાયા બાદ રેડિયેશન સહિતના અન્ય નુકશાનને લઇને સ્થાનિકોએ વિરોધ કરવો પડ્યો છે.