કચ્છ યુનિએ ગેરરીતી કરતા પકડાયેલા છાત્રોને સજાના નિયમોમાં કર્યા ફેરફાર
Lorem ipsum dolor sit amet,sed diam nonumy eirmod tempor invidunt ut labore et dolore magna aliquyam erat, At vero eos et accusam et justo duo dolores et ea rebum. Lorem ipsum dolor sit amet, no sea takimata sanctus est Lorem ipsum dolor sit amet. Stet clita kasd gubergren, no sea takimata sanctus est Lorem ipsum dolor sit amet. no sea takimata sanctus est Lorem ipsum dolor sit amet. no sea takimata sanctus est Lorem ipsum dolor sit amet. sed diam voluptua.
કચ્છ યુનિએ પરીક્ષા દરમિયાન ગેરીરીતી કરતા ઝડપાયેલ છાત્રોને સજા આપવા માટે બનાવાયેલ નિયમોમાં કેટલાક ફેરફાર કર્યા છે.- અને 5 કેટેગરીમાં અપાતી સજામાં અગાઉ જોવા મળતી વિસંગતતા દુર કરી ચાલુ શૈક્ષણીક સત્રથી તેનો અમલ કરવાની તમામ સુચના આપી દેવાયાનું ઇન્ચાર્જ કુલસચીવે જાહેર કરેલા આદેશમાં જણાવાયું છે. ઇન્ચાર્જ કુલચસીવે જારી કરેલ નવા નિયમો વાળા આદેશમાં જણાવ્યા અનુસાર કોપી કરતા કોઇ છાત્ર પકડાય તો શુધ્ધી સમિતી સમક્ષ સુનાવણી માટે હાજર થવાનુ હોય છે. તેમનો ખુલાસો સાંભળી સજા આપવામાં આવતી હોય છે.
અત્યાર સુધી અલગ અલગ કેટેગરીમાં સજા અપાતી તેમાં અનેક વિસંગતતાઓ નજરે ચડી છે. ખાસ કરીને તેમાં છાત્રોને કેટલાક કિસ્સામાં અન્યાય થતો હોવાની ફરિયાદને ધ્યાને લઇ તમામ પાસાઓનો અભ્યાસ કરી નિયમોમાં કેટલાક સુધારા વધારા કરવા સાથેનું જાહેરનામું 16 સપ્ટેમ્બરના બહાર પાડી તેની અમલવારી કરવા તમામ કોલેજો અને વિધ્યાશાખા ભવનોને જાણ કરવા જણાવાયું છે.
નવા નિયમો મુજબ સજાની જોગવાઇ
ઇ-1: ફકત તેજ સેમેસ્ટરનું પરિણામ રદ કરવું
ઇ-2: આગળના સેમેસ્ટરમાં પ્રવેશ વર્જિત કરી જયાં સુધી આગલું સેમેસ્ટર પાસ ન કરે ત્યાં સુધી શિક્ષાણકાર્યથી બાકાત રખાય
ઇ-3: દોઢ વર્ષ સુધી શિક્ષણકાર્યમાંથી બાકાત રખાશે
ઇ-4: 2 વર્ષ સુધી શિક્ષણકાર્યમાંથી બાકાત રાખવામાં આવશે
ઇ-5: યુનિમાં પ્રવેશ રદ કરી 5 વર્ષ સુધી કોઇપણ યુનિ કે અન્ય શિક્ષણ સંસ્થાનમાં પ્રવેશ ન આપવો