કચ્છમાં વરસાદે લીધો વિરામ : હવે જામ્યો ખેલૈયાઓમાં ઉત્સાહનો માહોલ

Lorem ipsum dolor sit amet,sed diam nonumy eirmod tempor invidunt ut labore et dolore magna aliquyam erat, At vero eos et accusam et justo duo dolores et ea rebum. Lorem ipsum dolor sit amet, no sea takimata sanctus est Lorem ipsum dolor sit amet. Stet clita kasd gubergren, no sea takimata sanctus est Lorem ipsum dolor sit amet. no sea takimata sanctus est Lorem ipsum dolor sit amet. no sea takimata sanctus est Lorem ipsum dolor sit amet. sed diam voluptua.

Contact News Publisher

આસો નવરાત્રિમાં ગરબા કરવા માટે થનગની રહેલા ખેલૈયાઓ માટે હવામાન વિભાગે આગાહી કરી હતી કે, ગુજરાતમાં હવે માત્ર બુધવાર સુધી વરસાદી માહોલ રહેશે અને ત્યારબાદ વરસાદની તીવ્રતા ઘટી જશે પરિણામે, પ્રથમ નોરતાને બાદ કરતા બીજા અને ત્રીજા નોરતે મન મુકીને નાચ્યા હતા.

કચ્છમાં પણ ગત સપ્તાહે છુટો છવાયો વરસાદ રહ્યો હતો પરિણામે પ્રથમ નોરતે ખેલૈયાઓ મન મુકીને થનગની શકયા ન હતા. કચ્છમાં પણ મુંદ્રા, અંજાર, ગાંધીધામ, ભચાઉ અને રાપર તેમજ ભુજમાં હળવાથી પાંચ ઈંચ જેટલો વરસાદ થવાના લીધે નવરાત્રિના આયોજકો મુંઝાયા હતા. તેમજ પ્રથમ નોરતે વરસાદી ઝાપટાના કારણે ખેલૈયાઓ મન મુકીને રમી શકયા ન હતા. જો કે છેલ્લા બે દિવસથી કચ્છમાં વાતાવરણ સામાન્ય બની ગયો છે. દિવસભર સખત તડકો રહેવાના લીધે જમીન સુકાઈ ગઈ છે. જેથી, કોર્મશીયલ ગરબીઓ યોજતા આયોજકોને પણ રાહત થઈ છે. તેમજ ગ્રામ્ય વિસ્તારથી માંડીને શહેરી વિસ્તારમાં છેલ્લા બે નવરાત્રી જામી છે. ખેલૈયાઓ મન મુકીને કુદી રહ્યા છે. નાની મોટી તમામ ગરબીઓમાં ખેલૈયાઓ અસલ રંગમાં આવી ગયા છે. ભુજમાં પણ સમયસર શરૃ થતી ગરબીઓમાં ખેલૈયાઓ પહોંચી જાય છે અને મોડી રાત્રી સુધી રમે છે. હવે આગામી દિવસોમાં વરસાદની કોઈ સંભાવના નહિં હોવાથી ખેલૈયાઓ અને આયોજકોને ચિંતા સતાવતી નથી.

 

 

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *